Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલું સુખ તે...:તન-મન માટે જરૂરી છે થોડો કંટાળો

    2 days ago

    કંટાળાને આપણે ટાળીએ છીએ. લાઇનમાં ઊભા હોઇએ તો ફોન ચેક કરવાનો, સહેલીની રાહ જોવામાં સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનું, જમીને શાંતિથી બેસવાને બદલે ટીવી પ્રોગ્રામ નિહાળવાના. દરેક પળે આપણને કંઇક ઉત્તેજના જોઇએ છે. મગજ સતત ઉત્તેજના માટે નથી: નોટિફિકેશન, મેસેજ અને સોશિયલ મીડિયા ધ્યાન આકર્ષતા રહે છે. વ્યક્તિગત રીતે આ હાનિકારક ન હોય, પણ તેથી મગજ સતત સક્રિય રહે છે. મગજ સતત નવી જાણકારીમાં વ્યસ્ત હોય ત્યારે તેને આરામ મળતો નથી. વિચારો, કોઇ પળવાર અટક્યા વિના આખો દિવસ દોડે તો? તે થાકીને લોથ થઇ જાય. તમારું મગજ પણ આ જ રીતે કામ કરે છે. તેને પણ રીકવર થવા આરામની જરૂર પડે છે. કંટાળાથી મગજ વિચારે છે: ઘણી વાર તમને શ્રેષ્ઠ વિચાર તમે સાવ ફ્રી હો ત્યારે આવે છે. જેમ કે, સ્નાન કરતી વખતે, ચાલતી વખતે. કારણ કે જ્યારે મગજ બાહ્ય જાણકારીઓ પર કેન્દ્રિત હોય છે, ત્યારે નવી વિચારો આવે છે. મનોવૈજ્ઞાનિકો આને મગજનો ‘ડીફોલ્ટ મોડ’ કહે છે. જેની સાથે રચનાત્મકતા, પ્રતિબિંબ અને પ્રોબ્લેમ-સોલ્વિંગની ક્રિયા થાય છે. મગજને મનોરંજન મળતું હોય ત્યારે નવીન વિચારો સાથે જોડાવાની તક ઓછી મળે છે. ઘણી વાર કંઇ ન કરતાં હો ત્યારે મગજમાં કંઇક નોંધનીય વિચાર આવે છે. કંટાળાથી રચનાત્મકતા: આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બાળકો. તેમને સતત મનોરંજન ન મળવાથી તેઓ વાર્તાઓ કહે છે, શબ્દો બનાવે છે અને સમસ્યાઓનો ઉકેલ શોધે છે. વયસ્કોનું પણ આવું જ છે. કંટાળાથી ઘણી વાર કંઇક શોધાઇ જાય છે, કેમ કે મગજને કંઇક સાર્થક કરવાની પ્રેરણા મળે છે. શ્રેષ્ઠ આઇડિયા શાંત પળોમાં જ આવે છે. સતત ઉત્તેજનાથી માનસિક થાક: કેટલીક વાર કંઇ ન કરવા છતાં તાજગી અનુભવાય છે. મગજ સતત ઇ-મેઇલ્સ, સોશિયલ મીડિયા, વિડીયો વચ્ચે અટવાતું હોય ત્યારે માનસિક ઊર્જા વધારે વપરાય છે. પરિણામે, દિવસના અંતે ઘણા ઓછું કામ છતાં થાકી જાય છે. મગજને ક્યારેક ઉત્તેજના ન અનુભવવા દો. તેથી માનસિક થાક ઘટશે અને પછી તમે કામ કરશો ત્યારે વધારે એકાગ્રતાથી કરી શકશો. કંટાળાથી ધીરજ કેળવાય છે: આધુનિક ટેક્નોલોજીને કારણે બધું ઇન્સ્ટન્ટ મળી રહે છે. મિનિટોમાં ભોજન, મૂવી પણ તરત જોઇ લેવાય છે. આ સુવિધાના લાભ છે, પણ તે રાહ જોવાની સહનશીલતા ઘટાડે છે. કંટાળાને કારણે ધીરજ કેળવાય છે. થોડી વાર કંઇ કર્યા વિના બેસવાથી સહનશીલતા, સંતોષ અને વર્તમાનને માણવાની ક્ષમતા વધે છે, જે જરૂરી છે. નર્વ સિસ્ટમને પણ શાંતિની જરૂર: શરીર દરેક એક્સરસાઇઝ અને પોષણને પ્રતિભાવ તો આપે છે, તે સાથે શાંતિને પણ પ્રતિભાવ આપે છે. સતત ઉત્તેજનાથી નર્વ સિસ્ટમ સક્રિય રહે છે. થોડી વાર શાંતિથી બેસવાથી નર્વ સિસ્ટમ શાંત થાય છે, શરીર સેટલ થાય છે. આથી રીલેક્સેશન, ભાવનાત્મક નિયમિતતા પ્રાપ્ત થાય છે. આજે જ્યારે સતત મનોરંજન અને ઉત્પાદકતા વધી રહી છે, ત્યારે થોડો કંટાળો અનુભવવો પણ જરૂરી છે. તે આળસ કે સમયનો વેડફાટ નથી. તે કુદરતી રીતે શરીરને અટકાવે છે, જેથી નર્વ સિસ્ટમ રીકવર થઇ શકે.
    Click here to Read More
    Previous Article
    કાવ્યાયન:પચરંગી પટકૂળ ધારી
    Next Article
    ફેશન:વ્યસ્ત મહિલાઓ માટે ઝટપટ સ્ટાઇલિંગ આઇડિયા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment