Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાવ્યાયન:પચરંગી પટકૂળ ધારી

    2 दिन पहले

    હરદ્વાર ગોસ્વામી સ્મરણશેષ પચરંગી પટકૂળ ધારી દીપે કુદરત આ રતે ન્યારી. કુમળાં ચળકતાં વૃક્ષે સજ્યાં નવપલ્લવ જૂનાં ઉતારી, આંબે મોર અથાગ જ ઝૂકે, જાણે કલગીઓ સારી. વસંતની આવી સવારી!... દીપે વીંટી વળી વેલી સૌ સૌને, વૃક્ષે હસ્ત પ્રસારી, ફૂલનાં ઝૂમખેઝૂમખાં જે પર, રંગબેરંગી અપારી! ઝૂલે ઝાડી ફૂલભરી ભારી!... દીપે ફૂલભરી ડાળો ડોલે, ખરે ફૂલ, પથરાઈ ફૂલની પથારી ભ્રમર હજારો ગુંજાર કરતાં, સુગંધી લેતાં ગયાં હારી. કોયલની છે બલિહારી!... દીપે - નવલરામ લ. પંડયા મને વેદના એટલે સાંપડી છે, થયો જેમનો, એમને ક્યાં પડી છે ? સહી ઘા ઘણાં જિંદગી મેં ઘડી છે, પછી શબ્દની એ સરાણે ચડી છે. નસીબે નથી પ્રેમની બુંદ એકે, છતાં પ્યાસ મારી બધે આથડી છે. સિતમ સજ્જનોના મને યાદ છે સૌ, છતાં આંખ મારી કદી ના રડી છે. નથી જૂઠ ત્યાં કોઈનું ચાલવાનું, હૃદયની કચેરી બધાંથી વડી છે. ભલે મોત સામે થયો હો પરાજય, છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે. બી. કે. રાઠોડ ‘બાબુ’ તમે અમારા જીવનનું કોઈ નહીં વાચેલું પાનું. તમે અમારી પ્રેમમિલકતનું વ્હાલું વસિયતનામું. તમે અમારા શ્વાસેશ્વાસે ઘૂંટાતો ધબકાર. તમે અમારી આંખો કાંઠે ભીનો રે સુનકાર. તમે અમારા દિલને કેવું મળતા છાનું છાનું. તમે અમારી પ્રેમમિલકતનું વ્હાલું વસિયતનામું. તમે અમારી દિવ્ય ભવ્યતા, મીઠો રે ઝનકાર, તમે અમારા બાગબગીચા, તમે જ તો ટહુકાર. તમે અમારા દેવદેવતા એવું હું તો માનું, તમે અમારી પ્રેમમિલકતનું વ્હાલું વસિયતનામું. પ્રાર્થના જહા હલેસા મારી આટલા તારે ક્યાં પહોચવાનું છે ! વહાણ એક દિ તારું દરિયામાં ડૂબવાનું છે. નહીં નીકળે રસ્તો કોઈ આ સમસ્યાનો જોજે સહેવું પડશે તારે અહીં, જે સહેવાનું છે લામા મેહુલ મહેફિલમાં બધા અજાણ્યા પોતાના બનીને મળ્યાં, પણ કોઈ ઓળખતું નહોતું મને જરૂરિયાત વખતે. જીવતા જીવ જેણે ક્યારેય હાલ પણ ન પૂછ્યો, એ જ રડવા બેઠા છે આજે મારી મૈયત વખતે. સહીદ ઘાંચી પ્રથમ વરસાદ પડતાં પંખીઓના કલરવમાં જે મધુર સંગીત ગુંજે છે, એમ તારા શબ્દોમાં મને આખા જીવનનું સુખ સંભળાય છે. કૌશલ એન મહેરીયા મને આદર આપો તો હું રામ.. અને પ્રેમ કરો તો શ્યામ છું હું ! મને સત્ય માનો તો હું રામ.. મધુર અસત્ય માનો તો શ્યામ છું હું ! અનિશા વળિયા નાનું બાળક જેમ માતાને દોડીને ભેટી પડે, એવા હરખથી તે આવ્યો. ચારે કોર પાણી જ પાણી, T20 રમતો હોય એમ વરસ્યો વરસાદ. દિનકર જેઠવા માફી મળશે ત્યારે, જ્યારે ખરો પશ્ચાતાપ થશે, વૃક્ષારોપણ થકી જ ખરેખર માફી મળશે; છોડ વાવી, જતન કરી, વૃક્ષોથી વન બનશે, લીલીછમ ધરા થકી જ મેઘની મહેર થશે ! દશરથભાઈ બળવંતભાઈ સોલંકી
    Click here to Read More
    Previous Article
    હૂંફ:બાળકને બચાવો નહીં, મજબૂત બનાવો
    Next Article
    પહેલું સુખ તે...:તન-મન માટે જરૂરી છે થોડો કંટાળો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment