Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૂંફ:બાળકને બચાવો નહીં, મજબૂત બનાવો

    3 days ago

    ધર્માંશુ વૈદ્ય સુખની શોધમાં માણસ એટલો આંધળો બની ગયો છે કે તેણે પોતાની પાછળ આવતી પેઢીને દુઃખથી સંપૂર્ણપણે દૂર રાખવાનો વણલખ્યો નિયમ બનાવી દીધો છે. એને એવું લાગે છે કે જો બાળકને ક્યારેય કોઈ અગવડતાનો સામનો નહીં કરવો પડે તો તે સુખી રહેશે. પણ કુદરતે દરેક સજીવને ઉછરવા માટે સંઘર્ષના અલગ-અલગ આવરણ રચ્યા છે. અહીંયા કેથરિન હેકટ યાદ આવે છે. આ વિચક્ષણ ચાઈલ્ડ સાયકોલોજિસ્ટે બાળકને ઝીંક ઝીલવાની તાકાત કેવી રીતે આપવી એ બાબતે વોલ્કેનિક વાતો કરી છે. આ વાતોમાં સંશોધનનો રણકો છે. પણ આજના માબાપની તકલીફ એ છે કે એ પોતાના બાળકને તકલીફમાં જોઈ શકતા નથી. જેવું બાળક કંઈક ચેલેન્જનો સામનો કરે કે તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ. બાળક રડે એટલે તરત એને ગમતું રમકડું હાજર. એ બૂમો પાડે એટલે તરત એને ગમતી વાનગી તૈયાર. ઘણા વાલીઓની આવી ગાંડી ઉતાવળને કારણે બાળક મહત્ત્વનો પાઠ શીખવાની તક ગુમાવી બેસે છે. આ પાઠ એટલે નકારાત્મક લાગણીઓની સંભાળ. કેથરિનનો મુખ્ય તર્ક એ છે કે બાળકના જીવનમાં આવતી નાનીનાની મુશ્કેલીઓ ખરેખર તો તેની આંતરિક શક્તિ વધારવા માટેની કુદરતી કસરતો છે. જ્યારે બાળક નિરાશ થાય, ત્યારે તેને તરત જ ખુશ કરવાને બદલે, તેને એ લાગણી સાથે થોડીવાર બેસવા દો. તેને પૂછો, ‘તને અત્યારે કેવું લાગે છે?’ જ્યારે તમે તેની લાગણીઓને સમજો છો અને તેને વહેવાની તક આપો છો. આ સ્થિતિમાં બાળકને સમજાય છે કે કોઈ પણ લાગણી કાયમી નથી અને કોઈ દુઃખ સદા રહેતું નથી. આપણે સંતાનોને હેપ્પી કિડ્સ બનાવવા માગીએ છીએ, પણ એમ કરવા જતા એ પછડાઈને ફરી ઊભા થવાની શક્તિ કેળવે એ તરફ આપણું ધ્યાન નથી જતું. આજના માતાપિતા હેલિકોપ્ટર પેરેન્ટિંગથી ગ્રસાયેલા છે, જે બાળકના માથે સતત ચકરાતા રહીને કોઈ પણ મુશ્કેલી તેને ન અડે એ બાબતે સતત સજાગ છે. પણ સમજવા જેવું એ છે કે જે છોડને પવનના ઝાપટાં નથી લાગતા, તે ક્યારેય મજબૂત વૃક્ષ બની શકતું નથી. જીવનમાં અગવડતા એ તો શિક્ષણનો મહત્ત્વનો ભાગ છે. આ અગવડતા, મુસીબત, નિષ્ફળતામાં જ બાળક દુઃખ સાથે જીવતા શીખે છે. મા-બાપ તરીકે આપણી જવાબદારી બાળકની આસપાસ રહેલી મુશ્કેલીઓ દૂર કરવાની નથી, પરંતુ બાળકની અંદર એ મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ ઊભી કરવાની છે. આપણે બાળકને સુરક્ષાના પાંજરામાં રાખવા માગીએ છીએ, પણ તેમને ઉડતા ત્યારે જ આવડશે જ્યારે આપણે તેમને આકાશમાં રહેલા તોફાનોનો સામનો કરવા તૈયાર કરીશું. એટલે જ વખત છે કે આજના સંતાનોને થોડી મોકળાશ આપીએ, જેથી એ મુશ્કેલીઓથી ભાગતા નહીં, પણ જીવતા શીખે. પીપરમિન્ટ: જીવનનો એક જ નિયમ છે- દરેક ભૂલ નવી હોવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    પરિધાન:કચ્છને વિશ્વ ફલક પર મૂકનારી વસ્ત્રકળા : રોગન આર્ટ
    Next Article
    કાવ્યાયન:પચરંગી પટકૂળ ધારી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment