Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિધાન:કચ્છને વિશ્વ ફલક પર મૂકનારી વસ્ત્રકળા : રોગન આર્ટ

    3 days ago

    હેપી ભેંસદડિયા રણભૂમિ અને અખાતની વચ્ચે કૃષિ જીવન, રણ જીવન અને સાગર જીવનની સંસ્કૃતિના અનેકવિધ સંગમથી ધબકતું ‘અઢી અક્ષરું કચ્છ’ પોતાની લોકકલા અને સંસ્કૃતિની વિશાળ પાંખો ફેલાવીને અભ્યાસુઓને સતત આકર્ષિત કરતું રહ્યું છે. કચ્છમાં અનેક હસ્તકળાઓ વિકાસ પામી છે, જેમાં ભરતકામ, ચાંદીકામ, માટીકામ, ચર્મકામ, વણાટકામ, રોગનકામ, વગેરેનો સમાવેશ થાય છે. કચ્છની હસ્તકળાઓ મુખ્યત્વે પોતાની જ્ઞાતિની પરંપરા પર આધારિત છે. આજે અહીં વાત કરવી છે ખત્રી સમુદાયની રોગન કળાની. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અફઘાનિસ્તાનનાં બાયમિયન શહેરમાં હિન્દુકુશ પર્વતમાળામાં હજારો વર્ષ પૂર્વેની બૌદ્ધ ગુફાઓમાં પુરાતત્ત્વ વિભાગને ભગવાન બુદ્ધનું એક વિશિષ્ટ રંગોથી દોરેલું ચિત્ર ખંડિત અવસ્થામાં મળી આવેલું. ચિત્ર ઉપર ગોળીઓ(બુલેટ) લાગેલી હોય અને કોઈ હથિયાર વડે ઘસરકા મરેલા હોય તેવું અનેક જગ્યાએ જોવાં મળેલ. આમ છતાં એ ચિત્ર પરના રંગો એવા ને એવા જ દેખાતાં હતાં. આ ચિત્ર લગભગ પાંચમી સદીનું છે અને તેને તે સમયે ત્યાં રહેતા બૌદ્ધ સંન્યાસીઓ દ્વારા બનાવવામાં આવેલ હતું. ઇતિહાસકારોના મતે સૌથી મહત્ત્વનું તારણ એ હતું કે એ ચિત્ર રોગનકળા દ્વારા વિશિષ્ટ રંગોથી બનાવેલું હતું તે ઉપરાંત વિશ્વમાં આ જગ્યાએ પાંચમી સદીમાં કોઈ રોગનકળા હતી, જેને બૌદ્ધ સંન્યાસી જાણતા હતાં. મૂળે આ રોગન ચિત્રકલા એક પ્રાચીન હસ્તકલા છે જેનો ઉદ્ભવ પર્શિયા(ઈરાન)માં થયો હતો આ કળા કાપડ પર કરવામાં આવે છે અને આશરે 400 વર્ષ પહેલા આ કળા કચ્છમાં આવી પહોંચી હતી. ‘રોગન’ શબ્દ પર્શિયન ભાષામાંથી આવેલો છે જેનો અર્થ ‘તેલ આધારિત ચિત્રકામ’ કે ‘તેલ આધારિત ચિત્ર’ એવો થાય છે. પહેલાના સમયે રોગનકામ જાડા સુતરાઉ, રેશમ, સિલ્ક, શણ વગેરે કાપડ પર કરવામાં આવતી હતી. રોગન બનાવવાની જટિલ પ્રક્રિયા સૌ પ્રથમ દિવેલને (એરંડિયાનું તેલ) ગામની બહાર દૂર ખુલ્લી જગ્યાએ એક મોટા વાસણમાં આકરા તાપમાં ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયા સતત 2થી 3 દિવસ સુધી કરવામાં આવે છે. દિવેલ જ્યારે ઉકળે છે ત્યારે તેમાંથી માથું ફાટી જાય તેવી તીવ્ર દુર્ગંધ આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી જ આ કામ ગામની બહાર કરવામાં આવે છે. ઉકળતું તેલ જ્યારે તેના ઉત્કલન બિંદુએ પહોંચે છે ત્યારે તે અત્યંત જ્વલનશીલ બની જાય છે. કારીગરોએ ખૂબ સાવચેતી રાખવી પડે છે કે તેલ બળી ન જાય પણ ઘટ્ટ (રબ્બર જેવું) થાય. જ્યારે દિવેલ ઘટ્ટ થઈ જાય, ત્યારે તેને ઠંડા પાણીમાં નાખવામાં આવે છે. દિવેલને પાણીમાં નાંખતાં જ તેની ‘લૂગદી’ બની જાય છે. આ લૂગદીને (ઘટ્ટ પ્રવાહી) ‘રોગન’ કહેવામાં આવે છે. પહેલાંનાં સમયે આ ઘટ્ટ પ્રવાહીમાં કુદરતી રંગો ઉમેરીને રંગો તૈયાર કરવામાં આવતા હતા પરંતુ આજે સમય બદલાતાં પીગમેન્ટ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના લીધે રંગ ફિક્કો પડતો નથી અને લાંબા સમય સુધી કાપડ પર ટકી રહે છે. તૈયાર કરેલ કલરને એક વાટકામાં રાખવામાં આવે છે આ વાટકાને સ્થાનિક બોલીમાં ‘કુનુ’ કહેવાય છે. (વધુ આવતા અંકે)
    Click here to Read More
    Previous Article
    પરખ:જાણો, તમારી જીવનશૈલી ખરેખર કેટલી તંદુરસ્ત છે?
    Next Article
    હૂંફ:બાળકને બચાવો નહીં, મજબૂત બનાવો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment