Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરખ:જાણો, તમારી જીવનશૈલી ખરેખર કેટલી તંદુરસ્ત છે?

    3 days ago

    જયસ્વી પટેલ તનની મન પર અને મનની તન પર સારી-નરસી અસર પડે જ છે. જીવનશૈલી અને સ્વાસ્થ્ય એક સિક્કાની બે બાજુ છે. સવાલના જવાબ સામે ટિક કરી જાણો, તમારી જીવનશૈલી કેટલી તંદુરસ્ત છે ? (1) દરરોજ નિયમિત કસરત કરો છો? (એ) ના (બી) ક્યારેક (સી) હા (2) સવારના નાસ્તામાં શું લો છો? (એ) બ્રેડ-બટર, બિસ્કિટ-ટોસ્ટ (બી) રોટલી-ભાખરી, ખાખરા (સી) ફાફડા-ભજિયાં, ખમણ (3) તમારા મતે ભોજન કેવું હોવું જોઇએ? (એ) રોટલી-શાક, ભાત-દાળ, સલાડ-છાશ (બી) પંજાબી કે ચાઇનીઝ, પાપડ, અથાણું, કોલ્ડ ડ્રિંક (સી) નાન-પરાઠા, ચટાકેદાર શાક, પુલાવ, સ્વીટ (4) દિવસ દરમિયાન કેટલા ગ્લાસ પાણી પીઓ છો? (એ) 4થી 6 (બી) 8થી 10 (સી) 12થી 14 (5) દિવસ દરમિયાન કેટલાં શાક-ફળ ખાવ છો? (એ) સવાર-સાંજ થોડાંઘણાં શાક-ફળ (બી) સવાર-સાંજ પૂરતાં શાક-ફળ (સી) શાક-ફળ ભાવતાં જ નથી (6) અઠવાડિયામાં કેટલીવાર સોફ્ટ ડ્રિંક કે હાર્ડ ડ્રિંક પીઓ છો? (એ) ક્યારેય નહીં (બી) કેટલીય વાર (સી) 3-4 વાર (7) દિવસ દરમિયાન કેટલું વોકિંગ કરો છો? (એ) બિલકુલ નહીં (બી) 10-15 મિનિટ (સી) 30-40 મિનિટ (8) સેન્ડવિચ-પિત્ઝા, પાણી-પૂરી, રગડા-પેટીસ ખાવાનું મન થાય તો. (એ) ક્યારેક થોડું-ઘણું ખાઇ લો (બી) ઘરે બનાવડાવી મન ભરીને ખાવ (સી) બહાર જઇ પેટ ભરી ખાઇ લો (9) દિવસને અંતે ઘરે જઇ શું કરો છો? (એ) થોડી કસરત, સ્નાન, જમ્યા પછી થોડું વોકિંગ (બી) ચા-નાસ્તો, મિત્રો સાથે ગપ્પાં, મોડા જમીને સૂઇ જાવ (સી) ટીવી જોતાં-જોતાં ભોજન, કોલ્ડ ડ્રિંક પછી સૂઇ જાવ (10) રાતે કેટલા કલાકની ઊંઘ લો છો? (એ) 4-5 (બી) 6-7 (સી) 8-9 (11) દિવસ દરમિયાન કેટલા કલાક શારીરિક શ્રમ કરો છો? (એ) 6-8 (બી) 10-12 (સી) 2-4 (12) કોઇ વાતની ચિંતા સતાવે ત્યારે. (એ) નકારાત્મક ચિંતાની ગર્તામાં ધકેલાવ છો (બી) મિત્રની સલાહ લો છો (સી) મનોમન સકારાત્મક નિરાકરણનો માર્ગ શોધો છો (13) દિવસ દરમિયાન કેટલીવાર ખુલ્લાં દિલે હસો છો? (એ) એકવાર પણ નહીં (બી) 2-3 વાર (સી) 5-7 વાર (14) જીવનશૈલીને તંદુરસ્તી સાથે સંબંધ છે કે નહીં? (એ) સોએ સો ટકા છે (બી) બિલકુલ નથી (સી) થોડો ઘણો છે. ટિક કરેલ જવાબના માર્ક્સ: (1)-(એ) 1 (બી) 3 (સી) 6 (2)-(એ) 3 (બી) 6 (સી) 1 (3)-(એ) 6 (બી) 1 (સી) 3 (4)-(એ) 1 (બી) 3 (સી) 6 (5)-(એ) 3 (બી) 6 (સી) 1 (6)-(એ) 6 (બી) 1 (સી) 3 (7)-(એ) 1 (બી) 3 (સી) 6 (8)-(એ) 3 (બી) 6 (સી) 1 (9)-(એ) 6 (બી) 1 (સી) 3 (10)-(એ) 1 (બી) 3 (સી) 6 (11)-(એ) 3 (બી) 6 (સી) 1 (12)-(એ) 1 (બી) 3 (સી) 6 (13)-(એ) 1 (બી) 3 (સી) 6 (14)-(એ) 6 (બી) 1 (સી) 3 પરિણામ: 14થી 37 ગુણ: તમારી જીવનશૈલી બિલકુલ તંદુરસ્ત નથી. સારાં-તંદુરસ્ત જીવન માટે જીવનશૈલી બદલવાની તાતી જરૂર છે. 38થી 61 ગુણ: તમારી જીવનશૈલી એટલી તંદુરસ્ત નથી, તો નાદુરસ્ત પણ નથી. જીવનશૈલીમાં અમુક બદલાવ લાવવાની જરૂર છે. 62થી 84 ગુણ: તમારી જીવનશૈલી ખૂબ-ખૂબ અને પૂરતી તંદુરસ્ત છે. તમે સરળતાથી અને નિર્વિઘ્ને સારી રીતે જીવન જીવી શકશો. કેપ્સ્યુલ: આપણે ઘરડાં થઇએ છીએ એટલે હસતાં બંધ થતાં નથી, પણ- હસતાં બંધ થઇએ છીએ એટલે ઘરડાં થઇએ છીએ.
    Click here to Read More
    Previous Article
    ભરતી:સાબરકાંઠામાં 157 વોકેશનલ શાળામાં વોકેશનલ ટ્રેનરની ભરતી કરાશે
    Next Article
    પરિધાન:કચ્છને વિશ્વ ફલક પર મૂકનારી વસ્ત્રકળા : રોગન આર્ટ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment