Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરતી:સાબરકાંઠામાં 157 વોકેશનલ શાળામાં વોકેશનલ ટ્રેનરની ભરતી કરાશે

    3 days ago

    ​સમગ્ર શિક્ષા હેઠળ સાબરકાંઠા જિલ્લાની વોકેશનલ શાળાઓમાં વ્યાવસાયિક શિક્ષણને વધુ અસરકારક બનાવવા વોકેશનલ ટ્રેનરની ભરતી સંબંધિત મહત્વનો નિર્ણય લેવાયો છે. ​ જેમાં સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીને મોકલાયેલા પરિપત્રમાં વોકેશનલ ટ્રેનર તરીકે સેવા મેળવવા માટેની મહત્તમ વયમર્યાદા 50 વર્ષ નક્કી કરાઈ છે. સમગ્ર શિક્ષાના આ મહત્વના નિર્ણયથી વોકેશનલ ટ્રેનરની ભરતીમાં 50 વર્ષની ઉંમર સુધી તક મળશે. સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલા આ પરિપત્ર મુજબ રાજ્યની વોકેશનલ શાળાઓમાં ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ 157 વોકેશનલ શાળાઓ છે. જેમાં 64 શાળાઓ પહેલીથી કાર્યરત છે તથા 93 નવી મંજૂર થઇ છે. આ વોકેશનલ શાળાઓમાં 6 સરકારી 108 ગ્રાન્ટેડ તથા 43 નોન ગ્રાન્ટેડ શાળઓ છે. આ શાળાઓમાં હાલમાં 79 વોકેશનલ ટ્રેનર વિઝિંટીંગ તરીકે કાર્યરત છે. વોકેશનલ ટ્રેનરે ​વિદ્યાર્થીઓને સંબંધિત વ્યવસાય જેમ કે IT, રિટેલ, ઓટોમોબાઇલ, હેલ્થકેરની થિયરી, પ્રેક્ટિકલ વિષયો સમજાવવા, ​વિષયને અનુરૂપ લેબ અથવા વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાધનો, ટૂલ્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રાયોગિક તાલીમ આપવી, ​વિદ્યાર્થીઓને કામના અનુભવ માટે ફેક્ટરી, કંપની સહિતના ઉદ્યોગની મુલાકાત કરાવવી તથા ​માસિક કે વાર્ષિક રિપોર્ટ તૈયાર કરી એજન્સીમાં જમા કરવો વગેરે કામગીરી કરવાની હોય છે.
    Click here to Read More
    Previous Article
    ભારે હાલાકી:હિંમતનગરના બ્રહ્માણીનગરમાં રોડ પર વરસાદી પાણી ભરાયા
    Next Article
    પરખ:જાણો, તમારી જીવનશૈલી ખરેખર કેટલી તંદુરસ્ત છે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment