Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે હાલાકી:હિંમતનગરના બ્રહ્માણીનગરમાં રોડ પર વરસાદી પાણી ભરાયા

    3 days ago

    હિંમતનગરના બ્રહ્માણીનગર વોર્ડ નં.1માં આવેલ શામળિયા રેસિડન્સી થઈને 10 દુકાનના રસ્તાને વિજાપુર હાઇવે સાથે જોડતો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસમાર હાલતમાં છે. તેમજ સેન્ટ્રલ સ્કૂલની પાછળ શરૂઆતમાં જ સમર્થ પાર્કને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસમાર હાલતમાં છે. આ બંને રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. ડામર સંપૂર્ણપણે ઉખડી ગયો છે અને વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો, વાહનચાલકો તેમજ રાહદારીઓને રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ બાબતે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરાઇ હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કામગીરી કરાઇ નથી. વિકાસના દાવાઓ વચ્ચે વોર્ડના નાગરિકોને આવી મૂળભૂત સુવિધાથી વંચિત રાખવું અયોગ્ય છે. નગરપાલિકા શાસક પક્ષ દ્વારા શામળિયા રેસિડન્સીથી 10 દુકાન સુધીનો મુખ્ય માર્ગ તેમજ સમર્થ પાર્કને જોડતો મુખ્ય માર્ગની રૂબરૂ મુલાકાત લઈને બંનેનું તાત્કાલિક ધોરણે ગુણવત્તાસભર સમારકામ શરૂ કરવામાં આવે અને નાગરિકોને સુરક્ષિત, સુવિધાજનક તથા ટકાઉ માર્ગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આપઘાતનું રહસ્ય અકબંધ‎:અમદાવાદમાં પકોડીનો ધંધો કરતા યુવકે વતન પાટણમાં આવી ગળાફાંસો ખાધો
    Next Article
    ભરતી:સાબરકાંઠામાં 157 વોકેશનલ શાળામાં વોકેશનલ ટ્રેનરની ભરતી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment