Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાતનું રહસ્ય અકબંધ‎:અમદાવાદમાં પકોડીનો ધંધો કરતા યુવકે વતન પાટણમાં આવી ગળાફાંસો ખાધો

    3 days ago

    મૂળ પાટણના અને અમદાવાદ ખાતે સાસરીમાં રહીને પકોડીનો વ્યવસાય કરતા 29 વર્ષીય નિલેશકુમાર સોમાજી ઠાકોરે શનિવારે મોડી રાત્રે પોતાના વતનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.માસૂમ છ મહિનાની બાળકીના પિતા એવા નિલેશના આકસ્મિક પગલાથી પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા છે. મળતી વિગતો અનુસાર, નિલેશ ઠાકોરના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા અને તેઓ ત્યાં જ રહીને રોજગારી મેળવતા હતા.તેમના લગ્નજીવન દરમિયાન સંતાનમાં છ માસની દીકરી છે.છેલ્લા એક અઠવાડિયાથી તેઓ વતન પાટણ ખાતે માતા-પિતાને મળવા આવ્યા હતા.દરમિયાન શનિવારે રાત્રે પતરાવાળા મકાનમાં નીચે લોખંડની એંગલ સાથે કપડાનો ટુકડો બાંધીને તેમણે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગે મૃતકના પિતા સોમાજી ઠાકોરે પાટણ એ-ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મામલાની તપાસ ચલાવી રહેલા પીએસઆઈ કે. જે. કોડિયાતરે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી, જેથી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અબંધિત છે.પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી આગળની તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાંકડા બ્રિજથી મુક્તિ મળશે:બે વર્ષના વિલંબ બાદ પાટણ–ઊંઝા હાઈવે પર બ્રિજનું કામ ફરી ધમધમ્યું, સપ્ટેમ્બરમાં શરૂ થશે
    Next Article
    ભારે હાલાકી:હિંમતનગરના બ્રહ્માણીનગરમાં રોડ પર વરસાદી પાણી ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment