Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંકડા બ્રિજથી મુક્તિ મળશે:બે વર્ષના વિલંબ બાદ પાટણ–ઊંઝા હાઈવે પર બ્રિજનું કામ ફરી ધમધમ્યું, સપ્ટેમ્બરમાં શરૂ થશે

    3 days ago

    પાટણ–ઊંઝા હાઈવે પર વાહનચાલકોની બે વર્ષની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. વર્ષ 2024માં મંજૂર થયેલો બાલીસણા–કુડેર વચ્ચે સુજલામ સુફલામ કેનાલ પરનો બ્રિજ કોન્ટ્રાક્ટર વિવાદ અને વહીવટી અડચણોના કારણે લાંબા સમય સુધી અટવાયેલો રહ્યો હતો. હવે ફરી ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરૂ થતાં બ્રિજનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સિદ્ધપુર પેટા વિભાગ હેઠળ બાલીસણા અને કુડેર ગામ વચ્ચે સુજલામ સુફલામ કેનાલ પર રાજ્ય સરકાર દ્વારા રૂ.20 કરોડના ખર્ચે અદ્યતન ચાર માર્ગીય મેજર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. ચાર માર્ગીય હાઈવે વચ્ચે જૂનો બ્રિજ સાંકડો હોવાના કારણે ભારે વાહનોની અવરજવરથી ટ્રાફિક અને અકસ્માતનો સતત ભય રહેતો હતો. રાજ્ય સરકારે 22 જાન્યુઆરી, 2025ના રોજ મંજૂરી આપ્યા બાદ 29 સપ્ટેમ્બર,2025થી નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું.હાલમાં ગર્ડર લોન્ચિંગનું કામ પૂરું થઈ ગયું છે અને સ્લેબ ભરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. વિભાગે 28 સપ્ટેમ્બર, 2026 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. નવો બ્રિજ 60 મીટર લાંબો, 10.40 મીટર પહોળો અને ચાર માર્ગીય હશે. જેમાં 4 પીયર, 4 એબટમેન્ટ અને 6 સ્પાનનો સમાવેશ થાય છે. જૂનો બ્રિજ અકસ્માતનું કારણ બનતો ‎હતો, હવે વાહનચાલકોને રાહત મળશે‎ બાલીસણા અને કુડેર ગામ વચ્ચે સુજલામ સુફલામ કેનાલ પરનો જૂનો બ્રિજ વર્ષોથી વાહનચાલકો માટે જોખમરૂપ બન્યો હતો. બ્રિજ સાંકડો અને વળાંક હોવાથી વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હતી. અહીં અગાઉ અનેક ગંભીર અકસ્માતોમાં લોકોના જીવ પણ ગયા છે. હવે ચાર માર્ગીય નવો બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે, અકસ્માતનું જોખમ ઘટશે અને વાહનચાલકોને સુરક્ષિત તથા સરળ અવરજવરનો લાભ મળશે." > નરેશ પરમાર, પૂર્વ ચેરમેન, પાટણ તાલુકા પંચાયત
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:જિલ્લામાં 10 દિવસમાં સિઝનનો 27 % વરસાદ,કોરાધાકોર‎; સાંતલપુરમાં 117 ટકા રાધનપુરમાં 103 ટકા વરસાદ વરસ્યો‎
    Next Article
    આપઘાતનું રહસ્ય અકબંધ‎:અમદાવાદમાં પકોડીનો ધંધો કરતા યુવકે વતન પાટણમાં આવી ગળાફાંસો ખાધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment