Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:જિલ્લામાં 10 દિવસમાં સિઝનનો 27 % વરસાદ,કોરાધાકોર‎; સાંતલપુરમાં 117 ટકા રાધનપુરમાં 103 ટકા વરસાદ વરસ્યો‎

    3 days ago

    ચોમાસાની અડધી સિઝન પૂરી થવા છતાં પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો અને નાગરિકો ભારે ચિંતામાં મૂકાયા હતા. સતત 30 દિવસ સુધી આકાશમાં વાદળો બંધાતા પરંતુ મેઘરાજા છાંટણા કરીને જ જતા રહ્યા હતા. જોકે, 23 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન સતત બે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 10 દિવસમાં જ જિલ્લામાં સાર્વત્રિક અનરાધાર વરસાદ વરસ્યો છે. પરિણામે, જિલ્લાનું મોન્સૂન ચિત્ર સાવ બદલાઈ ગયું છે અને સિઝનનો કુલ સરેરાશ વરસાદ 63.68% સુધી પહોંચી ગયો છે. 23 જુલાઈ સુધી પાટણ જિલ્લામાં મોસમનો સરેરાશ માત્ર 116.89 મીમી (આશરે 19%) જ વરસાદ નોંધાયો હતો. પરંતુ 24 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે જિલ્લામાં સરેરાશ 270 મીમીથી વધુ વરસાદ નોંધાતાં કુલ સરેરાશ 386.89 મીમી થઈ ગઈ છે. આમ, માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં જ સીઝનની અડધાથી વધુ‎ જરૂરિયાત પૂરી થઈ ગઈ છે.‎ વધુ વરસાદનું કારણ અને‎ ખેતી પર તેની અસર?‎ વરસાદનું કારણ: જુલાઈના ત્રીજા ‎સપ્તાહ સુધી બંગાળની ખાડીમાં ‎કોઈ મજબૂત સિસ્ટમ ન સર્જાતા ઉત્તર ગુજરાત કોરું ધાકોર રહ્યું‎ હતું. પરંતુ જુલાઈના અંતમાં‎ પાકિસ્તાન-રાજસ્થાન સરહદ‎ નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન‎ અને અરબી સમુદ્રમાંથી ભેજ ‎આવતાં પાટણ જિલ્લા પર ‎મેઘરાજા મહેરબાન થયા.‎ ખેતી ક્ષેત્રે અસર: સાંતલપુર ‎રાધનપુરમાં અતિવૃષ્ટિને લઈ‎ નુકસાન પરતું આ બે તાલુકાને‎ બાદ કરતા 7 તાલુકામાં આ‎ વરસાદથી મુખ્યત્વે કપાસ,‎એરંડા, ગુવાર, તલ અને ‎ઘાસચારાના પાકોને સંજીવની‎ મળી છે. જે પાક પાણી વગર‎ કરમાઈ રહ્યો હતો તે ફરી‎ લીલોછમ થઈ ગયો છે. ઉપરાંત,‎ ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે‎ અને ચેકડેમો ભરાતાં રવિ પાક ‎(શિયાળુ વાવેતર) માટે પણ‎ સિંચાઈનું ચિત્ર સ્પષ્ટ થશે. ( કૃષિ /‎ હવામાનના નિષ્ણાંતના ‎જણાવ્યા અનુસાર )‎
    Click here to Read More
    Previous Article
    આમને 24 કલાકમાં ઉપયોગ બંધ કરવાની નોટિસ કોણ આપશે?‎:મનપાની ટીપી શાખા બહારની ગેલેરી જ જોખમી
    Next Article
    સાંકડા બ્રિજથી મુક્તિ મળશે:બે વર્ષના વિલંબ બાદ પાટણ–ઊંઝા હાઈવે પર બ્રિજનું કામ ફરી ધમધમ્યું, સપ્ટેમ્બરમાં શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment