Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમને 24 કલાકમાં ઉપયોગ બંધ કરવાની નોટિસ કોણ આપશે?‎:મનપાની ટીપી શાખા બહારની ગેલેરી જ જોખમી

    4 days ago

    શહેરમાં જર્જરિત ઇમારતોને જોખમી જાહેર કરીને 24 કલાકમાં ઉપયોગ બંધ કરવા અને મરામત કરવા નોટિસ ફટકારતી મહેસાણા મહાનગરપાલિકાની ટીપી શાખાની પોતાની કચેરી જ હાલમાં જોખમી હાલતમાં જોવા મળી રહી છે. ટીપી શાખાની બહારની ગેલેરીની આરસીસી છતમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટર ઊખડી ગયું છે, કોંક્રિટ ખવાઈ જતાં અંદરના લોખંડના સળિયા ખુલ્લા પડી ગયા છે. ગત મંગળવારે સવારે કોંક્રિટના ટુકડા પણ નીચે પડ્યા હતા. છતાં જોખમી ભાગ યથાવત રહેતાં સવાલ ઊભો થયો છે. વિડંબના એ છે કે શહેરમાં અત્યાર સુધી 100થી વધુ જર્જરિત ઇમારતોને નોટિસ આપનાર ટીપી વિભાગની બહાર જ છતનો ભાગ જોખમી બની ગયો છે. નિયમ મુજબ ખાનગી મિલકતધારકોને તાત્કાલિક મરામત કે ઉપયોગ બંધ કરવાનો આદેશ આપવામાં આવે છે, પરંતુ પોતાની કચેરીના જર્જરિત ભાગની મરામત કરવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. દરરોજ ટીપી શાખામાં નકશા, બાંધકામ અને અન્ય કામ માટે મોટી સંખ્યામાં અરજદારોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં છતમાંથી ફરી કોંક્રિટના ટુકડા પડવાની ઘટના બને તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    તોડફોડ કરતાં ત્રણ જણા સીસીટીવીમાં કેદ:હેડુવા હનુમંત ગામની દરગાહમાં તોડફોડ કરનાર બે શખ્સો ઝબ્બે
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:જિલ્લામાં 10 દિવસમાં સિઝનનો 27 % વરસાદ,કોરાધાકોર‎; સાંતલપુરમાં 117 ટકા રાધનપુરમાં 103 ટકા વરસાદ વરસ્યો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment