Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તોડફોડ કરતાં ત્રણ જણા સીસીટીવીમાં કેદ:હેડુવા હનુમંત ગામની દરગાહમાં તોડફોડ કરનાર બે શખ્સો ઝબ્બે

    4 days ago

    મહેસાણાના હેડુવા હનુમંત ગામની દરગાહમાં તોડફોડ કરનાર ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી, તાલુકા પોલીસે બેની ધરપકડ કરી હતી. મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી શાલીમાર સોસાયટીમાં રહેતા યાસીનભાઈ શેખને હેડુવા હનુમંત ગામમાં આવેલી દરગાહમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હોવાના સમાચાર દરગાહના મુજાવર મહેબૂબખાન કુરેશીએ આપ્યા હતા. જેને પગલે તેઓ દરગાહ પહોંચ્યા હતા અને સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમના મોબાઈલમાં સેવ થતા હોઇ ચેક કરતાં પાલાવાસણા ગામના ઋત્વિક વિજયભાઈ રાજ, વિશાલ કડવાજી ઠાકોર અને ચિરાગ પસાભાઈ સેનમા દરગાહમાં પ્રવેશ કરીને તોડફોડ કરતાં દેખાયા હતા. જે અંગે યાસીનભાઈએ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને લઈ પીઆઇ જીગ્નેશ અમીને અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં પીએસઆઇ.બી.આર. પટેલ સહિતની ટીમે ઋત્વિક રાજ અને વિશાલ ઠાકોરની ધરપકડ કરી હતી. આ બંનેની પૂછપરછ કરતાં ગઈ રાત્રે નશાની હાલતમાં તેમણે આ કૃત્ય કર્યું હોવાનું અને અન્ય કોઈ ઈરાદો ન હોવાની કબૂલાત કરી હોવાનું પીએસઆઇ બી.આર. પટેલે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અરજદારોના કામ સમયસર થતા નથીની છબી દૂર કરવા પગલું:18 નાયબ મામલતદાર, 50 રેવન્યુ તલાટી સહિત 72 કર્મીની બદલીઓ
    Next Article
    આમને 24 કલાકમાં ઉપયોગ બંધ કરવાની નોટિસ કોણ આપશે?‎:મનપાની ટીપી શાખા બહારની ગેલેરી જ જોખમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment