Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરજદારોના કામ સમયસર થતા નથીની છબી દૂર કરવા પગલું:18 નાયબ મામલતદાર, 50 રેવન્યુ તલાટી સહિત 72 કર્મીની બદલીઓ

    4 days ago

    મહેસાણા જિલ્લાના મહેસૂલી તંત્રમાં કલેક્ટર દ્વારા કરાયેલા મોટા ફેરફારથી મામલતદાર કચેરીઓમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. મહેસાણા શહેર ઉપરાંત વડનગર, ઊંઝા, જોટાણા, ખેરાલુ અને સતલાસણા સહિતના તાલુકાઓમાં ફરજ બજાવતા 18 નાયબ મામલતદાર, 50 રેવન્યુ તલાટી અને 4 મહેસૂલી ક્લાર્કની સામૂહિક બદલીઓ કરાઇ છે. જિલ્લામાં મામલતદાર કચેરીઓમાં ગરીબ અને સામાન્ય અરજદારોના કામ સમયસર થતા નથી તેવી છબી દૂર કરવા તેમજ પારદર્શક વહીવટની દિશામાં આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોનું કહેવું છે. પહેલીવાર બદલી ઓર્ડર ઈ-મેઈલથી મોકલાયા... મહેસાણા જિલ્લામાં પ્રથમવાર નાયબ મામલતદાર અને મહેસૂલી ક્લાર્કના બદલી આદેશ લેટર મારફતે નહીં પરંતુ ઈ-મેઈલથી મોકલવામાં આવ્યા હતા. દરેક કર્મચારીના અલગ-અલગ ઓર્ડર તૈયાર કરીને જે તે મામલતદાર કચેરીના ઈ-મેઈલ પર મોકલવામાં આવ્યા હતા. જેને લઇ પ્રાંત અધિકારીથી લઈને શાખા અધિકારીઓ પણ અગાઉથી કોની બદલી થઈ તે જાણ શક્યા નહોતા.
    Click here to Read More
    Previous Article
    ઇ સીટી બસ સેવાનું વિસ્તરણ:જામનગર શહેરમાં આજુબાજુના ગામોને આવરી લેતી સીટી બસો ટુંક સમયમાં દોડશે, નવી 25 ઇ બસ
    Next Article
    તોડફોડ કરતાં ત્રણ જણા સીસીટીવીમાં કેદ:હેડુવા હનુમંત ગામની દરગાહમાં તોડફોડ કરનાર બે શખ્સો ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment