Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસથાળ:ઘરે બનાવો કાફે જેવી ટ્રેન્ડિંગ વાનગીઓ

    2 days ago

    ક્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ સામગ્રી : ફ્રેન્ચ લોફ (બ્રેડ)-1, ક્રીમ ચીઝ-1 કપ, બટર (ઓગાળેલું)-અડધો કપ, લસણની કળીઓ (ઝીણી સમારેલી)-6થી 7, સમારેલી કોથમીર-2 ચમચી, દૂધ-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ઓરેગાનો રીત : ફ્રેન્ચ લોફના બે ભાગ કરી લો. ક્રીમ ચીઝમાં થોડું મીઠું ઉમેરી બ્રેડ પર લગાવી લો. એક બાઉલમાં બટર, લસણ, કોથમીર, દૂધ અને ઓરેગાનો મિક્સ કરીને ગાર્લિક બટર તૈયાર કરો. બ્રેડ પર આ મિશ્રણ લગાવી 180°C પર 12-15 મિનિટ બેક કરો. ગરમાગરમ પીરસો. લોટસ બિસ્કોફ શેક સામગ્રી : લોટસ બિસ્કોફ બિસ્કિટ-8થી 10 નંગ, ઠંડું દૂધ-2 કપ, વેનિલા આઈસ્ક્રીમ-2 સ્કૂપ, બિસ્કોફ સ્પ્રેડ-2 ચમચી, વ્હીપ્ડ ક્રીમ, ક્રશ કરેલા બિસ્કિટ રીત : દૂધ, આઈસ્ક્રીમ, બિસ્કોફ બિસ્કિટ અને સ્પ્રેડને બ્લેન્ડરમાં સ્મૂધ બ્લેન્ડ કરો. ટોલ ગ્લાસની અંદર બિસ્કોફ સ્પ્રેડ લગાવો. હવે ગ્લાસમાં બ્લેન્ડ કરેલો શેક રેડો. ઉપર વ્હીપ્ડ ક્રીમ તથા ક્રશ કરેલા બિસ્કિટથી ગાર્નિશ કરો. વધુ ઠંડો અને રિફ્રેશિંગ સ્વાદ મેળવવા માટે બ્લેન્ડ કરતી વખતે થોડા આઈસ ક્યુબ્સ પણ ઉમેરી શકો છો. પાસ્તા ઇન પિંક સોસ સામગ્રી : બાફેલા પેને પાસ્તા-2 કપ, સમારેલી ડુંગળી-2 નંગ, સમારેલા ટામેટાં-2 નંગ, ફ્રેશ ક્રીમ-અડધો કપ, બટર-1 ચમચી, ક્રશ લસણ-1 ચમચી, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું-સ્વાદ મુજબ, છીણેલું ચીઝ-અડધો કપ રીત : ડુંગળી અને ટામેટાંને બટર સાથે હળવાં સાંતળી તેની પેસ્ટ બનાવી લો. પેનમાં બટર ગરમ કરીને લસણ સાંતળો. તેમાં તૈયાર પેસ્ટ ઉમેરી 3-4 મિનિટ રાંધો. હવે તેમાં ક્રીમ, મીઠું, ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ મિક્સ કરો. અંતે બાફેલા પાસ્તા ઉમેરી સરસ કોટ થાય એમ મિક્સ કરો. ઉપર ચીઝ છીણી ગરમાગરમ પિંક સોસ પાસ્તા સર્વ કરો.
    Click here to Read More
    Previous Article
    ખોબામાં દરિયો:સત્યનો આગ્રહ
    Next Article
    માત્ર 100 રૂપિયાની SIP કરીને બની શકો છો કરોડપતિ!:નાની બચતથી મોટો ફાયદો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment