Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોબામાં દરિયો:સત્યનો આગ્રહ

    2 days ago

    રેખાબા સરવૈયા આખરે સત્યેન નહોતો ચાહતો એ જ વાત આવીને ઊભી રહી. સિદ્ધાંતનો છૂટાછેડાનો કેસ ફેમિલી કોર્ટમાં દાખલ થઈ જ ગયો. સત્યેન આ કેસમાં સિદ્ધાંતનો વકીલ ભલે રહ્યો પરંતુ એ આ દંપતીનાં પરિચયમાં વરસોથી હતો, અરે કહો કે સિદ્ધાંતનાં શિવા સાથેનાં લગ્ન કરાવવાથી શરૂ કરીને બંનેનાં પ્રસન્ન દામ્પત્યજીવનનો નિકટનો સાક્ષી પણ હતો જ. સિદ્ધાંત જ્યારે સાચો–સાચ જ સત્યેનની ઓફિસ પર જઈ ચડ્યો ત્યાં સુધી સત્યેનને ઊંડે ઊંડે કંઈક એવી આશા હતી કે શિવા અને સિદ્ધાંતની વચ્ચે સમાધાન થઈ જશે અને વાત આટલી હદે નહીં વણસે. અલબત્ત, વરસો પહેલા જ્ઞાતિનાં વાડામાંથી બહાર જઈને લગ્ન કરનાર સિદ્ધાંત અને શિવા પ્રત્યે સત્યેનને માન હતું. એટલે કે ઘરનાં સ્વજનોનાં ઉગ્ર વિરોધ વચાળેથી એ બેઉ જે મક્કમતાથી પરણ્યા હતાં એ એક મિસાલ હતી. પછી તો વહેતા સમયની સાથે ઘીનાં ઠામમાં ઘી પડી ગયું. બેઉ ઘરનાં સંબંધો ફરીથી સ્થાપિત થયા અને વધુ બરાબર જ ચાલી રહ્યું હતું. એવામાં.... આ છૂટાછેડા સુધી પહોંચેલી વાત. વહાલા મિત્રનાં છૂટાછેડાનાં કાગળો તૈયાર કરવામાં સત્યેનને ખરેખર જ પીડા થઈ રહી હતી. એણે હળવેકથી સિદ્ધાંતને કહ્યું: ‘જો મિત્ર, તમે બેય સમજદાર છો. સામસામે બેસીને, સાચેસાચી વાત ઉપર લંબાણથી ચર્ચા કરીને વાતોનો નિવેડો લાવી શકો છો. પ્લીઝ... તમે બેઉ સંબંધને બચાવવાની એક કોશિશ તો કરી જુઓ. હજી તમારો કેસ બોર્ડ પર આવતાં વાર લાગશે.’ ‘સત્યેનભાઈ, સાચી વાત જ સહન ન થઈ, ને છૂટાછેડા સુધી પહોંચી છે. સાચે–સાચી વાત કરી એટલે તો આ દરજ્જે વાત પહોંચી. જો ખોટે–ખોટી વાત હંકાયે ગઈ હોત તો છૂટાછેડા સુધી વાત જ ન પહોંચત.’ શિવા બોલી રહી હતી ત્યારે સત્યેને જોયું કે એની આંખોમાં પીડાની સરવાણી ફૂટી રહી હતી. સિદ્ધાંતનો આગ્રહ હંમેશાં સત્યનો રહ્યો છે એ તમે જાણો જ છો, અને બહુ સારી વાત છે કે સત્યનો આગ્રહ રાખવો તો પછી મને કહો કે સાચું બોલવાથી જ કેમ સંબંધો તૂટતાં હશે? સત્યેનભાઈ? એક બહુ જ ઝીણી વાત મને કહી લેવા દો કે.... સાચું સાંભળવાની તૈયારી રાખવી અલગ વસ્તુ છે અને જ્યારે સત્ય સામે આવે ત્યારે એને સ્વીકારવું એ સાવ નોખી જ વાત છે. સિદ્ધાંતે શિવાને કોઈ પુરૂષ સાથે એક કોફી શોપમાં જોઈ એ વાતને લઈને સિદ્ધાંતે શિવા સામે બહુ જ ભદ્દા આરોપ લગાવ્યા અને અંતે વાત છૂટાછેડા સુધી પહોંચી. શિવાનાં જણાવ્યા મુજબ, પોતાનાં શાખ પાડોશી અને બાળગોઠિયા એ ફોરેનરિટર્ન મિત્રે પોતાનાં બિઝનેસ બાબતની કોઈ સલાહ લેવા માટે માર્કેટિંગનો એક્સપિરિયન્સ ધરાવતી શિવાની સલાહ લેવા માટે શિવાને પૂછ્યું હતું. અને શિવાએ પોતાની ઓફિસની બાજુની કોફીશોપમાં આવવાનું આમંત્રણ આપેલું અને એ લોકો મળ્યા. બસ, આટલી જ વાત. પણ સિદ્ધાંતનું મન શંકાઓથી ઉભરાતું હતું. શિવાએ રડમસ થતાં સુધી ખાત્રી આપી કે એ મિત્ર તો પરદેશ પણ જતો રહ્યો. ભગવાનને ખાતર તું વાત માની લે. પણ સિદ્ધાંત ન માન્યો. સત્યેને સિદ્ધાંતની સામે જોયું. સત્યનો આગ્રહી એવા સિદ્ધાંતનો ચહેરો કંઈક વિરૂપતા ધારણ કરી રહ્યો હતો કે શું? – શિવા સાચી લાગી.
    Click here to Read More
    Previous Article
    મનોમંથન:ગૌરી વ્રત અને મેનિફેસ્ટેશન: બંને વચ્ચે શું કોઈ સંબંધ છે?
    Next Article
    રસથાળ:ઘરે બનાવો કાફે જેવી ટ્રેન્ડિંગ વાનગીઓ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment