Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનોમંથન:ગૌરી વ્રત અને મેનિફેસ્ટેશન: બંને વચ્ચે શું કોઈ સંબંધ છે?

    2 days ago

    અરવિંદસિંહ રાણા છેલ્લા થોડા વર્ષોમાં સોશિયલ મીડિયા પર વારંવાર સાંભળવા મળતો શબ્દ છે મેનિફેસ્ટેશન. જે ખૂબ જ લોકપ્રિય બન્યો છે. કેટલાક લોકો તેને જીવન બદલનાર વિજ્ઞાન કહે છે કેટલાક આધ્યાત્મિક શક્તિ તો કેટલાક તેને માત્ર અંધશ્રદ્ધા માને છે. મોટીવેશનલ સ્પીકરો, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને આધ્યાત્મિક ગુરુઓ તમામ પોતાની સમજણ પ્રમાણે આ મેનિફેસ્ટેશનને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે એક સામાન્ય વ્યક્તિ પોતાના જીવનમાં જે જોઈતું હોય તેને મેનિફેસ્ટેશન કરીને કેવી રીતે પામી શકે! જે રીતે સોશિયલ મીડિયામાં મેનિફેસ્ટેશનનો પ્રચાર પ્રસાર અને રજૂઆત થઈ રહી છે તે જોઈને એક સામાન્ય માનવી તેને કોઈ ઊંચું ‘રોકેટ સાયન્સ’ સમજી શકે છે. આપણા ભારતીય માનસની એક ખાસ લાક્ષણિકતા એ છે કે જ્યારે પશ્ચિમનું જગત આપણા જ કોઈ જૂના રીત રિવાજો, ખ્યાલો, પરંપરા અને જીવનશૈલીને નવા શણગારેલા ફેન્સી સ્વરૂપે રજૂ કરે તો એકાએક તેનું મહત્ત્વ આપણા માટે વધી જતું હોય છે. પરંતુ જો ધ્યાનપૂર્વક આપણી અમુક પરંપરાઓ અને રીત-રિવાજોનો અભ્યાસ કરીએ તો આ મેનિફેસ્ટેશન ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ. આપણે ત્યાં ચાલતા ગૌરી વ્રત-ઉપવાસ આ સમજવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણા લોકોને આ પ્રકારનું વ્રત કે ઉપવાસ થોડા જુનવાણી લાગતા હશે પરંતુ જો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવામાં આવે તો ગૌરી વ્રતમાં એવી કેટલીક પ્રક્રિયાઓ જોવા મળે છે જે આધુનિક મેનિફેસ્ટેશનની કેટલીક પદ્ધતિઓ સાથે સામ્ય ધરાવે છે. આજના સમયમાં પણ અમુક મોર્ડન ગુરુઓ અને રિલેશનશિપ એક્સપર્ટ વ્યક્તિને તેને જેવો ગમતો હોય તેવો જીવનસાથી મેળવવા માટે તેની કલ્પના કરવાનું કહે છે. તેનો દેખાવ, સ્વભાવ, ગુણો વગેરે વિશે ખરા હૃદયપૂર્વક તેનું કલ્પના ચિત્ર બનાવવાનું સૂચન કરે છે. તેમના મુજબ જ્યારે તમે હૃદયપૂર્વક પૂરી તીવ્રતાથી કોઈ બાબત કે વ્યક્તિ વિશે લાગણી અને ભાવ સાથે તે વિચાર સાથે જોડાણ અનુભવો છો ત્યારે તેને તમે તમારી રિયલ લાઇફમાં આવવા માટે આકર્ષિત કરી શકો છો. આજ નિયમને જો ગૌરી વ્રત સાથે જોડીએ તો, આપણી સંસ્કૃતિમાં પતિ-પત્ની તરીકે સૌથી ઉત્કૃષ્ટ અને આદર્શ યુગલ કોઈ હોય તો તે છે શિવજી અને પાર્વતીજી. જેની આ દિવસો દરમિયાન પૂજા આરાધના કરવામાં આવે છે. મનોવિજ્ઞાનમાં જેને Goal Priming કહેવામાં આવે છે તે વારંવાર કોઈ ચોક્કસ ધ્યેયનું સ્મરણ કરવાથી મગજ તે દિશામાં વધુ સક્રિય બનવા લાગે છે. ગૌરી વ્રતમાં સારો જીવન સાથે મેળવવાનો એક ચોક્કસ ઉદેશ્ય છે. મનોવિજ્ઞાન મુજબ Selective Attention જે ગૌરી વ્રતમાં એક આદર્શ તરીકે શિવ અને પાર્વતી, ઇન્દ્રિયોને નિયંત્રિત કરતા ઉપવાસ અને સતત પાંચ દિવસ પૂજા અર્ચના આપણા મનને એક જ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. આ જ મનની ઉર્જા કુમારીકાના જીવનમાં એક સકારાત્મક ઉર્જા અને આદર્શ જીવનસાથી પામવાની ઈચ્છાને મૂર્ત સ્વરૂપ આપવામાં મદદ કરે છે. ત્રીજો ખ્યાલ છે Reticular Activating System (RAS) એટલે કે આપણા મગજમાં આવેલું એક ન્યુરલ નેટવર્ક જે બહારથી મળતી હજારો પ્રકારની માહિતીને ફિલ્ટર કરે છે. જેનાથી એ નક્કી થાય છે કે કઈ માહિતી તરફ તમારું ધ્યાન જશે અને કઈ માહિતી તમે અવગણશો. જેમ કે સફેદ કાર લેવાનો વિચાર માત્ર તમને રોડ પર ઘણી બધી સફેદ કારો જ ફરે છે તેવું લાગવાનો અનુભવ કરાવે છે. અહીં કોઈ વૈજ્ઞાનિક દાવો નથી પરંતુ જેને આપણે મેનિફેસ્ટેશન કહીએ છીએ તે અથવા આ પ્રકારના વ્રત-ઉપવાસ વ્યક્તિના વિચારો, ધ્યાન, લાગણીઓ અને વર્તનમાં એવા ફેરફાર લાવી શકે છે જે તેના ધ્યેય તરફ આગળ વધવાની શક્યતા વધારી શકે છે. આજે સોશિયલ મીડિયામાં ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે માત્ર વિચારવાથી બ્રહ્માંડ તમારી દરેક ઇચ્છા પૂરી કરી દેશે. મેનિફેસ્ટેશનનો અર્થ બ્રહ્માંડને બદલવાનો નથી, પરંતુ પોતાના મનને એવી દિશામાં તૈયાર કરવાનો છે કે જ્યાં તે યોગ્ય તક, યોગ્ય લોકો અને યોગ્ય નિર્ણયોને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે. જો આ પ્રક્રિયામાં આપણી કેટલીક પરંપરાઓ મદદરૂપ બનતી હોય, તો તેને અંધશ્રદ્ધા કે ચમત્કાર તરીકે નહીં, પરંતુ માનવ મનને સમજવાના એક રસપ્રદ દૃષ્ટિકોણ તરીકે પણ જોઈ શકાય.
    Click here to Read More
    Previous Article
    ખબરનામા:સુથારની દીકરી હવે ચંદ્ર માટે ઉપગ્રહ બનાવશે
    Next Article
    ખોબામાં દરિયો:સત્યનો આગ્રહ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment