Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખબરનામા:સુથારની દીકરી હવે ચંદ્ર માટે ઉપગ્રહ બનાવશે

    2 days ago

    લજ્જા દવે પંડ્યા આંધ્ર પ્રદેશની સરકારી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી કંદુલા જેસીની વિશ્વની પ્રથમ ઓલ-ગર્લ્સ લુનર ક્યુબસેટ મિશન ‘મિશન શક્તિસેટ’ માટે પસંદગી થઈ છે. આ મિશન માટે વિશ્વના 108 દેશોના 12000 વિદ્યાર્થીઓએ અરજી કરેલી, જેમાંથી ભારતના માત્ર 20 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે. કંદુલા જેસી તેમાંની એક છે. તેના પિતા સુથારીકામ કરે છે. આર્થિક સ્થિતિ નબળી હોવાથી જેસીને ખાનગી શાળા છોડી સરકારી શાળામાં દાખલ કરવી પડી. જો કે આ બદલાવ તેના માટે આશીર્વાદ સાબિત થયો. શાળાની અટલ ટિંકરિંગ લેબમાં વિજ્ઞાન શિક્ષિકાએ તેની જિજ્ઞાસા ઓળખી અને તેને મિશન શક્તિસેટ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરી.પસંદગી પહેલાં જેસીએ લગભગ 550 ઓનલાઈન ક્લાસ પૂરા કર્યા અને સેટેલાઇટ ટેક્નોલોજી, પ્રોપલ્શન, થર્મોડાયનેમિક્સ, સ્પેસ સાયન્સ અને મિશન ઓપરેશન જેવા 21 આધુનિક વિષયોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ અંગ્રેજીમાં લેવાયેલા ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશનમાં પણ તેણે પોતાની પ્રતિભા સાબિત કરી. હવે તે દિલ્હીમાં વિવિધ દેશોની વિદ્યાર્થીનીઓ સાથે મળીને ચંદ્ર માટેનો ક્યુબસેટ તૈયાર કરશે. આ ઉપગ્રહનું લોન્ચિંગ શ્રીહરિકોટાથી કરવાનું આયોજન છે. કંદુલા જેસી ઈસરોની વૈજ્ઞાનિક બની દેશસેવા કરવાનું સપનું ધરાવે છે. એક સામાન્ય પરિવારની આ દીકરી આજે લાખો દીકરીઓને એ વિશ્વાસ અપાવી રહી છે કે સપનાઓ પૂરાં કરવા માટે સંપત્તિ કરતાં સંકલ્પ, મહેનત અને યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. ડાઉન સિન્ડ્રોમ ધરાવતા પ્રથમ મહિલા સાંસદ સામાન્ય રીતે રાજકારણના ક્ષેત્રમાં દિવ્યાંગ લોકોની હાજરી ખૂબ ઓછી જોવા મળે છે. પરંતુ સ્પેનની વેલેન્સિયા સંસદે આ બાબતે એક નવો રાહ ચીંધ્યો છે. 45 વર્ષના માર ગાલ્સેરાન ડાઉન સિન્ડ્રોમ હોવા છતાં સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તેઓ સ્પેન અને સમગ્ર યુરોપમાં આ પદ સુધી પહોંચનાર પ્રથમ મહિલા બન્યા છે. માર ગાલ્સેરાન માત્ર 18 વર્ષની ઉંમરે ત્યાંની સ્થાનિક રાજકીય પાર્ટી ‘પીપલ્સ પાર્ટી’ સાથે રાજકારણમાં જોડાયા હતા. તે ‘Asindown’ સંસ્થા જોડે જોડાઈને ડાઉન સિન્ડ્રોમ ધરાવતા લોકો અને તેમના પરિવારોના અધિકારો માટે પણ સતત કામ કરતા આવ્યા છે. સંસદમાં શપથ લીધા પછી તેમણે એક જ વાત પર ભાર મૂક્યો હતો કે, ‘હું ઈચ્છું છું કે લોકો મને મારી સ્થિતિથી નહીં, પણ મારા કામથી ઓળખે.’ 8 વર્ષે ઉત્તર આફ્રિકાનું સૌથી ઊંચુ શિખર સર કર્યું! કેરળમાં જન્મેલી અને હાલ યુએઇમાં રહેતી 8 વર્ષની ઈયા કૃશ ઉત્તર આફ્રિકાનું સૌથી ઊંચુ શિખર સર કરી આવી છે. પોતાના પિતાની પ્રેરણાથી તે મોરોક્કોના 4,167 મીટર ઊંચા માઉન્ટ ટૂબકલ પર સફળતાપૂર્વક ચઢાણ કરી શકી હતી. ચઢાણ દરમિયાન તેની ઉંમરને ધ્યાનમાં રાખી પર્વતારોહણનો અનુભવ ધરાવતા તેના પિતાએ જ્યારે તેને પૂછ્યું કે, ‘પાછા ફરવું છે. થાક લાગ્યો હોય તો ફરી ક્યારેક આવીશું’ ત્યારે ઈયાએ દૃઢતાથી ‘ના’ કહી આગળ વધવાનું પસંદ કર્યું અને શિખર સર કર્યું. ઈયાને પર્વતારોહણનો શોખ પાંચ વર્ષની ઉંમરે સબરીમાલાનું ટ્રેકિંગ કરતી વખતે લાગ્યો હતો. હવે તેનું આગામી લક્ષ્ય માઉન્ટ કિલિમંજારો, માઉન્ટ એલ્બ્રસ અને ભવિષ્યમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે. વીમેન ઈન સ્પોર્ટસ પિરિયડ પેઇન છતાં વેટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ લાવી રમતના મેદાનમાં જ્યારે તમારું શરીર જ તમારો સૌથી મોટો પ્રતિસ્પર્ધી બની જાય ત્યારે તમારે તેની સામે પણ તમારે ફાઇટ આપવી પડે છે. 22 વર્ષની ભારતીય વેઇટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે કોમનવેલ્થ ગેમ્સ 2026માં એવી જ અદભૂત હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્પર્ધાના દિવસે જ તેના પિરિયડ્સનો પ્રથમ દિવસ હતો. ભારે દુખાવા વચ્ચે તેને એમ થતું કે તેનું શરીર તેનો કેટલો સાથ આપશે. પણ તેણે પૂરી માનસિક તાકાત લગાવી શારીરિક પીડા પર જીત મેળવી હતી અને સ્નેચની ત્રણેય કોશિશ સફળતાપૂર્વક પૂરી કરી, ક્લીન એન્ડ જર્કમાં પોતાના જીવનનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 111 કિલો વજન ઉઠાવ્યું. સ્પર્ધા દરમિયાન કુલ 199 કિલો વજન ઉઠાવી તેણે વિમેન્સ ના 53 કિલો ગ્રુપમાં ભારત માટે સિલ્વર મેડલ ચંદ્રક જીત્યો હતો. જ્ઞાનેશ્વરી યાદવે સાબિત કર્યું છે કે માણસનું મનોબળ જ તેની સાચી તાકાત છે. કોમનવેલ્થમાં ગોલ્ડ મેળવી મીરાબાઈ ચાનુએ હેટ્રિક કરી કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 48 કિલો વજન કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ એકવાર ફરી ભારતનું નામ રોશન કર્યું છે. સતત ત્રીજા વર્ષે તેણે વેઇટલિફ્ટિંગમાં દેશ માટે ગોલ્ડ જીતવાની હેટ્રિક મારી છે. જીત બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેણે પોતાની તૈયારી વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે સ્પર્ધા દરમિયાન વજન નિયંત્રણમાં રાખવા માટે તેણે છેલ્લા ત્રણ દિવસથી લગભગ કંઈ ખાધું નહોતું અને પાણીનું સેવન પણ ખૂબ જ મર્યાદિત રાખ્યું હતું. દેશ માટે ફરી એકવાર ગોલ્ડ જીતવાનો સંકલ્પે તેને ટકાવી રાખી અને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પ્રેરણા આપી. તેની આ સિદ્ધિ પાછળ વર્ષોની મહેનત, કડક તાલીમ અને અડગ માનસિક શક્તિનો ફાળો છે. મીરાબાઈએ સાબિત કર્યું કે સફળતા મેળવવા પ્રતિભા સાથે જરૂરી શિસ્ત, સમર્પણ અને દેશ માટે કંઈક કરી બતાવવાનો મજબૂત જુસ્સો છે. પોલિયોગ્રસ્ત, ઘરેલુ હિંસાનો ભોગ બની, હવે કોમનવેલ્થ ચેમ્પિયન!! હરિયાણાના દુષ્કાળગ્રસ્ત ગામમાં દૃષ્ટિહીન માતા અને ખેડૂત પિતાના ઘરે ગરીબીમાં ઉછરેલી શર્મિલા માત્ર બે વર્ષની ઉંમરે પોલિયોના કારણે ડાબો પગ નબળો પડી ગયેલો.18 વર્ષની ઉંમરે લગ્ન થયા જેમાં દહેજ માટે વર્ષો સુધી શારીરિક અને માનસિક અત્યાચારનો ભોગ બની. 26 વર્ષે પતિએ બે દીકરીઓ સાથે ઘરમાંથી કાઢી મૂકી. પિતાના ઘરે પરત ફર્યા બાદ તેમણે પરિવાર પર ભાર ન બને તે માટે નાના-મોટા કામ કરીને દીકરીઓનો ઉછેર કર્યો. 28 વર્ષે બીજા લગ્ન બાદ જીવન બદલાયું. પતિ અજીત સિંહે તેમને પેરા એથ્લેટિક્સમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહન આપ્યું. તાલીમ શરૂ કરી. એક જ વર્ષમાં નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. હવે કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા પેરા શોટપુટ F57 સ્પર્ધામાં 9.81 મીટરનો થ્રો કરીને શર્મિલા ધનખરે ગોલ્ડ જીત્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુનામી:વિરોધની ભાષા કેવી હોવી જોઈએ?
    Next Article
    મનોમંથન:ગૌરી વ્રત અને મેનિફેસ્ટેશન: બંને વચ્ચે શું કોઈ સંબંધ છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment