Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુનામી:વિરોધની ભાષા કેવી હોવી જોઈએ?

    2 days ago

    એમને સવાલ પૂછતી વખતે ઝીઝક નથી થતી, ‘વર્ષોથી આવું જ ચાલે છે!’-આ વાત એમને ગળે ઉતરતી નથી. એ સત્તાને સત્તાથી નહીં પણ કામથી માપે છે-એ વિરોધ કરે છે-આ એ પેઢી છે જે રીમોટ કંટ્રોલથી ચાલતી નથી-એ ચૂપ રહેતી નથી. જયાં એને અન્યાય લાગે ત્યાં બોલે છે, સત્તા સામે સવાલ કરે છે. રસ્તા પર ઊતરે છે. સોશિયલ મીડિયા પર લખે છે. મીમ બનાવે છે-પોતાનાં વિરોધને, પોતાની વાતને લાખો લોકો સુધી પહોંચાડે છે. આ પેઢી લોકશાહી માટે જ બની છે!! પણ આ પેઢીનાં યુવાનોને કેટલાક સવાલો પૂછવા છે 1 વિરોધ કરવા માટે ગાળો બોલવી જરૂરી છે? તમે ગાળો બોલો-આંગળીઓનો પ્રયોગ કરો તો જ વિરોધ કર્યો એવું કહેવાય? 2 કોઇ વ્યક્તિ કે કોઇ નેતાનો વિરોધ કરવો હોય તો એ વિરોધ એનાં ચારિત્ર્ય પર કાદવ ઉછાળી, એના વિશે એલફેલ બોલી જ કરી શકાય? એ નેતા કે વ્યક્તિનાં કામ અને એનાં નિર્ણયો વિશે વાત કરીને વિરોધ ના થઇ શકે? 3 આ તો દેશની વાત થઇ પણ ધારો કે તમને તમારા ઘરમાં તમારા મા-બાપે લીધેલા નિર્ણયો યોગ્ય ન લાગ્યા-તો તમે એમની સાથે પણ ગાળો બોલશો? એમને પણ મિડલ ફિંગર બતાવશો? 4 તમે શું માનો છો? વિરોધ કરવા માટે શું જોઇએ? શક્તિ પ્રદર્શન? શબ્દ-પ્રદર્શન કે બુદ્ધિ પ્રદર્શન-તર્ક પ્રદર્શન? 5 ફ્રિડમ ઓફ સ્પિચનો અર્થ તમે શું માનો છો? ફ્રિડમ ફ્રોમ મેનર્સ? બોલવાની આઝાદીને તમે એલફેલ બોલવાની આઝાદી માનો છો? વિરોધ થવો જોઇએ! ઘર હોય, સંબંધ હોય, ઓફિસ હોય કે દેશ હોય! વિરોધ કરશો તો બદલાવ લાવી શકશો-પણ એ બદલાવ માટે સામેનાંને નીચા પાડશો-સામેની વ્યક્તિ માટે એલફેલ બોલશો-ગાળોનો વરસાદ વરસાવશો એ હરગીઝ નહીં ચાલે. સંસ્કારોનાં સર્ટિફિકેટ સાથે લઇને ફરવાની જરૂર નથી પણ સંસ્કાર પર લાંછન લગાવવાની જરૂર પણ નથી. આજની પેઢીએ એક વાત સાફ સમજવાની જરૂર છે કે-તમે ગાળો બોલો છો-કોઇએ બોલેલી ગાળો પર હસો છો એનો અર્થ એવો નથી કે તમે કુલ છો! એનો અર્થ એવો પણ નથી કે તમે બોલ્ડ છો! જ્યારે તમે સવાલ પૂછવાની આઝાદી ભોગવો છો-જ્યારે તમે વિરોધ કરવાનો અધિકાર મેળવો છો ત્યારે તમારી ભાષા-તમારી જવાબદારી બને છે. નીટ આંદોલન બાદ ઘણાં યુવાનોએ કહ્યું કે-અમને ગુસ્સો આવ્યો અને અમે જે બોલ્યા એ ગુસ્સામાં બોલ્યા. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે-ઘરડે ગાડા વળે….અને ઘરડાઓ એવું કહેતા હોય છે કે ગુસ્સો આવે ત્યારે ચૂપ થઇ જવું-કારણ કે ગુસ્સો મોટાભાગે વિનાશ સર્જતો હોય છે! એકવાત યાદ રાખજો, તમારો ગુસ્સો સાચો હોય, તમારો વિરોધ સાચો હોય કે તમારું આંદોલન સાચું હોય-એનો અર્થ હરગીઝ એવો નથી કે તમારી ભાષા સારી ન હોય તો ચાલે! આ પેઢીએ ખરાબ ભાષાને સુંવાળા શીર્ષકોનાં રેપરમાં લપેટી લીધી છે. ગાળો એમને સેવેજ રિપ્લાય લાગે છે, અપમાન એમને અપમાન નહીં પણ રોસ્ટ લાગે છે-બીજા પર કરાતા વ્યક્તિગત હુમલાને એ લોકો ડાર્ક હ્યુમર કહે છે-લક્ષ્મણરેખા ઓળંગવી એ એમના માટે સંસ્કારોનું ઉલ્લંઘન નથી પણ એક પ્રકારની બોલ્ડનેસ છે! આ પેઢીને એવું સમજાવાની જરૂર છે કે નામ બદલવાથી સ્વભાવ નથી બદલાઇ જતો. ઝેરની બોટલ પર ‘એનર્જી ડ્રિંક’ લખી દો અને પછી એને ગટગટાવી જાવ તો પણ મરી જ જાવ!! આવી જ ગાળો તમારી મા-તમારી બહેન કે તમારા પિતાને કોઇ કહી જાય તો તમે શું કહો? કુલ ડ્યુડ, એવું? યાદ રાખજો, અવાજ ઊંચો કરવાથી વાત ઊંચી નથી થઈ જતી અને ભાષા નીચી કરવાથી વિરોધ ઊંચો નથી થઈ જતો. આંદોલનની સફળતા એનથી કે કેટલા લોકો રસ્તા પર ઊતર્યા-આંદોલનની સફળતા એ પણ છે કે રસ્તા પરથી કયો વિચાર સમાજમાં પાછો ગયો? જ્યારે તમારા આંદોલનનાં મુદ્દા કરતા ભાષા વધારે ચર્ચાય છે ત્યારે એટલું ખાસ ધ્યાન રાખજો કે તમે જ તમારા મુદ્દાને નુકસાન કરી બેઠા છો!!
    Click here to Read More
    Previous Article
    સજાવટ:ઇકો-ફ્રેન્ડલી કિચન: આવતીકાલની જરૂરિયાત
    Next Article
    ખબરનામા:સુથારની દીકરી હવે ચંદ્ર માટે ઉપગ્રહ બનાવશે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment