Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર 100 રૂપિયાની SIP કરીને બની શકો છો કરોડપતિ!:નાની બચતથી મોટો ફાયદો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

    2 days ago

    જો તમે નિવૃત્તિ, બાળકોનાં શિક્ષણ અથવા ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે રોકાણ કરવા માંગો છો, તો દર મહિને હજારો કે લાખો રૂપિયાનું રોકાણ કરવાની જરૂરી નથી. યોગ્ય સમયે શરૂઆત અને સતત રોકાણ કરવાની આદત તમને નાની રકમથી પણ મોટું ફંડ બનાવવામાં મદદ કરી શકે છે. આજનાં સમયમાં SIP એક લોકપ્રિય રોકાણ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. મોટી સંખ્યામાં રોકાણકારો SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી રહ્યા છે. લાંબા ગાળે SIP થી એક મોટું ફંડ બનાવી શકાય છે. દરરોજ 100 રૂપિયાની SIP કરીને પણ કરોડપતિ બની શકાય છે. ધારો કે તમે દરરોજ માત્ર 100 રૂપિયા બચાવો છો. આ રકમ લગભગ ચા-કોફી અને નાસ્તા બરાબર હોય છે. જો આ જ પૈસા દર મહિને 3,000 રૂપિયાની SIP તરીકે સતત 25 વર્ષ સુધી રોકાણ કરવામાં આવે, તો કમ્પાઉન્ડિંગની શક્તિથી આ રકમ 1 કરોડ રૂપિયાથી વધુ પણ થઈ શકે છે. જોકે, આ સંપૂર્ણપણે રોકાણ પર મળતા વળતર પર નિર્ભર રહેશે અને બજાર સંબંધિત રોકાણમાં વળતરની કોઈ ગેરંટી હોતી નથી. કરોડોનું ફંડ કેવી રીતે બની શકે? જો કોઈ વ્યક્તિ દર મહિને ₹3,000 એટલે કે દરરોજ ₹100નું રોકાણ કરે છે, તો 25 વર્ષમાં તેનું કુલ રોકાણ ₹9,00,000 થશે. હવે ધારો કે આ રોકાણ પર અલગ-અલગ સરેરાશ વાર્ષિક વળતર મળે છે, તો ફંડ આ રીતે બની શકે છે. એટલે કે, જો લાંબા સમય સુધી સરેરાશ 15% વાર્ષિક રિટર્ન મળે છે, તો માત્ર ₹9 લાખનું રોકાણ વધીને લગભગ ₹1.14 કરોડ થઈ શકે છે. નોંધ: આ માત્ર એક ઉદાહરણ છે. મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અથવા અન્ય બજાર આધારિત રોકાણમાં વળતર નિશ્ચિત હોતું નથી. વાસ્તવિક વળતર બજારની સ્થિતિ પર આધાર રાખે છે. કમ્પાઉન્ડિંગનો ફાયદો કેવી રીતે મળેછે? આ સમગ્ર રોકાણનું સૌથી મોટું રહસ્ય કમ્પાઉન્ડિંગ છે. કમ્પાઉન્ડિંગનો અર્થ છે કે તમને માત્ર મૂળ રોકાણ પર જ નહીં, પરંતુ તેના પર મળેલા નફા પર પણ સતત વળતર મળે છે. સમય જતાં આ જ પ્રક્રિયા તમારા પૈસાને ઝડપથી વધારે છે. આ જ કારણ છે કે રોકાણની દુનિયામાં કહેવાય છે કે, વહેલી શરૂઆત કરવી, વધુ પૈસાનું રોકાણ કરવા કરતાં પણ વધુ મહત્વપૂર્ણ હોઈ શકે છે. વહેલું રોકાણ શરૂ કરવું શા માટે જરૂરી છે? જો તમે નાની ઉંમરે રોકાણ શરૂ કરો છો, તો તમારા પૈસાને વધવા માટે વધુ સમય મળે છે. આ જ સમય કમ્પાઉન્ડિંગનો સૌથી મોટો સાથી હોય છે. રોકાણનો સમયગાળો જેટલો લાંબો હશે, તેટલું મોટું ફંડ બનવાની સંભાવના વધશે. તેથી, જો કોઈ વ્યક્તિ 25-30 વર્ષ સુધી સતત રોકાણ કરે છે, તો નાની-નાની બચત પણ ભવિષ્યમાં મોટી રકમમાં બદલાઈ શકે છે. SIP કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો જો તમે પણ SIP કરવા જઈ રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન ચોક્કસ રાખો. પહેલી વાત તો ધીરજ છે. બે કે ચાર વર્ષમાં SIP દ્વારા તમે મોટું વળતર મેળવી શકતા નથી. તમારે 15 થી 20 વર્ષ સુધી રાહ જોવી પડશે. પરંતુ એક વાત નોટ કરી લો કે જો તમે સતત પૈસા જમા કરશો તો જ ફાયદો થશે. જો તમે SIP કરવા જઈ રહ્યા છો, તો તમે કયું ફંડ પસંદ કરી રહ્યા છો તેનું પણ ધ્યાન રાખો. તે ફંડ હાઉસ કઈ કંપનીઓમાં કેટલું રોકાણ કરી રહ્યું છે. આ પણ ચોક્કસ તપાસવું જોઈએ. ફંડ મેનેજર કોણ છે. તેની પાસે કેટલો અનુભવ છે. આ બધું જોવું સારું રહે છે. આ ઉપરાંત, કેટલા ટકા ખર્ચ થઈ રહ્યો છે. એક્ઝિટ લોડ કેટલો છે. આ પણ એક રોકાણકારે SIP શરૂ કરતા પહેલાં જોઈ લેવું જોઈએ. (નોંધ: આ રોકાણની સલાહ નથી. મ્યુચ્યુઅલ ફંડ જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલાં નિષ્ણાતોની સલાહ ચોક્કસથી લો.) --------------------------------- આ સમાચાર પણ વાંચો: સેવિંગ ખાતા પર મળવા લાગશે 3 ગણું વ્યાજ!:બસ બેંકમાં જઈને કહી દો આ વાત, દરેક ગ્રાહકને મળે છે એક ખાસ સર્વિસ; 99% લોકો નથી જાણતા જો તમે બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો, તો બેંક કર્મચારી તમને બચત ખાતા પર મળતા વ્યાજ સહિત ATM, ડેબિટ કાર્ડ સંબંધિત તમામ માહિતી પણ આપે છે. સામાન્ય રીતે ખાતામાં જમા રકમ પર ખૂબ ઓછું વ્યાજ મળે છે, પરંતુ એક ખાસ સર્વિસ છે, જે ખાતું ખોલાવનાર દરેક ગ્રાહકને મળે છે, પરંતુ તેમને તેના વિશે ઓછી જાણ હોય છે અથવા તો જાણ જ હોતી નથી. આ છે બેંક ઓટો સ્વીપ સર્વિસ, જે તમારા ખાતામાં જમા રકમ પર મળતા વ્યાજને ત્રણ ગણું વધારી શકે છે અને બેંક FDની જેમ વધુ વ્યાજ મળી શકે છે. આ માટે તમારે વધુ કંઈ કરવાનું નથી, ફક્ત બેંકમાં જઈને આ સુવિધાને સક્ષમ કરવા માટે કહેવાનું છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે? વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    રસથાળ:ઘરે બનાવો કાફે જેવી ટ્રેન્ડિંગ વાનગીઓ
    Next Article
    પેકેજ્ડ ફૂડ સાથે હૃદયને 36નો આંકડો!:વધતા હાર્ટ એટેક પાછળ વાસી ખાવાનો હાથ, રસોડામાંથી બહાર કરો હાઈ પ્રિઝર્વેટિવ્સ ફૂડ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment