Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના સારંગપુર ગામમાં બની ઘટના:કાચું કોઠીયું ધરાશાયી થતાં પાડીનું મોત, પશુપાલકને નુકસાન

    15 hours ago

    ગોધરા તાલુકાના સારંગપુર ગામે એક કાચું કોઠીયું ધરાશાયી થતાં તેની નીચે દબાઈ જવાથી એક પાડીનું મૃત્યુ થયું છે. આ ઘટના દેસાઈ ફળિયામાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સારંગપુર ગામના દેસાઈ ફળિયામાં રહેતા મહેન્દ્રસિંહ બાબુભાઈ બારીઆ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમના ઘર આગળ નળિયા અને સરેઠાથી બનાવેલું એક કાચું કોઠીયું હતું. ગત ૦૧ ઓગસ્ટના રોજ સાંજે આ કાચું કોઠીયું અચાનક પડી ગયું હતું. કોઠીયું ધરાશાયી થતાં જ તેની નીચે બાંધેલી કાળા રંગની પાડી દબાઈ ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પશુપાલક મહેન્દ્રસિંહ બારીઆ દ્વારા ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ગોધરા તાલુકા પોલીસે આ અંગે જાણવાજોગ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:બંધ ફ્લેટમાંથી 51 તોલા સોનાની ચોરી કરનાર UPનો રીઢો આંતરરાજ્ય ચોર ઝડપાયો, 34.29 લાખનો મુદ્દામાલ જપ્ત, ઓળખ છુપાવવા માસ્ક-ટોપીનો પહેરતો
    Next Article
    ટ્રેડ ગ્રોથના નામે વેપારી સાથે ઠગાઈ:ફોરેન બાયર મેળવવાની લાલચમાં અમદાવાદના વેપારીએ 75.59 લાખ ગુમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment