Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેડ ગ્રોથના નામે વેપારી સાથે ઠગાઈ:ફોરેન બાયર મેળવવાની લાલચમાં અમદાવાદના વેપારીએ 75.59 લાખ ગુમાવ્યા

    15 hours ago

    સાયબર ગઠિયાઓ દરરોજ નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવવા અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સાયબર માફિયાઓએ એક વેપારીની વિદેશમાં ધંધો વિકસાવવાની ઘેલછાનો ગેરલાભ ઉઠાવી રૂ. 75.79 લાખની મસમોટી ઠગાઈ આચરી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ભોગ બનનાર વેપારીએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વર્લ્ડ ટ્રેડ ગ્રોથના નામે આવ્યો વોટ્સએપ કોલ પોલીસ ફરિયાદમાંથી મળતી વિગતો મુજબ, ઘાટલોડિયાના સાયોના સિટી બંગલોઝ ખાતે રહેતા 58 વર્ષીય અજિતભાઈ વિક્રમભાઈ પટેલ ઓઢવ વિસ્તારમાં વાલ્વ બનાવવાની કંપની ધરાવે છે. ગત જાન્યુઆરી મહિનામાં તેઓ પોતાની કંપની પર હાજર હતા ત્યારે તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ 'વર્લ્ડ ટ્રેડ ગ્રોથ' કંપનીના વિકાસ ગુપ્તા તરીકે આપી હતી. વિકાસ ગુપ્તાએ અજિતભાઈને વિદેશી ગ્રાહકો લાવી આપવાની અને વિદેશમાં તેમનો વાલ્વનો બિઝનેસ ખૂબ વધારી દેવાની મોટી લાલચ આપી હતી. તેની મીઠી-મીઠી વાતોમાં આવી ગયેલા અજિતભાઈને તેણે કંપનીની પ્રોફાઈલ તૈયાર કરવા અને મેમ્બરશિપ લેવાના નામે જાળમાં ફસાવ્યા હતા. યાસિકા નામની મહિલાએ બોગસ ઓર્ડર બતાવી પૈસા પડાવ્યા મેમ્બરશિપ ફી મેળવ્યા બાદ બીજા જ દિવસથી યાસિકા નામની મહિલાએ અજિતભાઈ સાથે વાતચીત શરૂ કરી હતી. યાસિકાએ વિદેશી ગ્રાહકો સાથે ધંધાકીય ચર્ચા કરાવીને ઈ-મેઈલ દ્વારા ઓર્ડર મળ્યા હોવાનું નાટક રચ્યું હતું. ત્યારબાદ આ ઓર્ડર મેળવનારી કંપની માટે 'સર્ટિફિકેટ કોડ' લેવાના બહાને અજિતભાઈ પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આટલું જ નહીં, ત્યારબાદ અન્ય એક યુવતીએ પણ અલગ-અલગ વિદેશી કંપનીઓના નામે બિઝનેસ મળવાની વાતો કરી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો અલગ-અલગ બહાને કુલ રૂ. 75.79 લાખ જેટલી માતબર રકમ રોક્યા છતાં પણ વાસ્તવમાં એક પણ ઓર્ડર હાથ ન લાગતાં અજિતભાઈને પોતે મોટી છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક આ અંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અજાણ્યા સાયબર ઠગો સામે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના સારંગપુર ગામમાં બની ઘટના:કાચું કોઠીયું ધરાશાયી થતાં પાડીનું મોત, પશુપાલકને નુકસાન
    Next Article
    Anand Mahindra Hits The Bull's Eye On India's Strong CWG 2026 Show

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment