Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:બંધ ફ્લેટમાંથી 51 તોલા સોનાની ચોરી કરનાર UPનો રીઢો આંતરરાજ્ય ચોર ઝડપાયો, 34.29 લાખનો મુદ્દામાલ જપ્ત, ઓળખ છુપાવવા માસ્ક-ટોપીનો પહેરતો

    16 hours ago

    વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ભરબપોરે બંધ ફ્લેટનું તાળું તોડી 51 તોલા સોનાના દાગીના, ચાંદીની પ્લેટ અને રોકડની ચોરી કરનાર છેલ્લા 22 વર્ષથી વિવિધ રાજ્યોમાં સક્રિય આંતરરાજ્ય રીઢા ચોરને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચેલી ટીમે તેની પાસેથી 34.29 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સયાજીગંજની હાઈપ્રોફાઇલ ઘરફોડનો ભેદ ઉકેલી નાખ્યો છે. વડોદરા સયાજીગંજના કેમ્પસ રોડ પર આવેલા તસીદ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં 14 જુલાઈના રોજ બપોરે 1થી 5 વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સે તાળું તોડી પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટના લોકર તોડી અંદરથી આશરે 51 તોલા સોનાના દાગીના, 400 ગ્રામ ચાંદીની પ્લેટ અને રૂ. 40 હજારની રોકડ મળી કુલ લાખોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફૂટેજમાં દેખાયેલા શંકાસ્પદની ઓળખ ઉત્તર પ્રદેશના અનિલકુમાર મીસરી રાજભર તરીકે થઈ હતી, જે અગાઉ વર્ષ 2023માં પણ વડોદરામાં દિવસ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરા રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં સતત વોચ ગોઠવી હતી. દરમિયાન પંડ્યા બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ફરતા અનિલકુમાર રાજભરને અટકાવી તપાસ કરતાં તેની બેગમાંથી મોટી માત્રામાં સોનાના દાગીના, ચાંદીની વીંટીઓ, મોબાઇલ ફોન અને રોકડ મળી આવ્યા હતા. દાગીનાના બિલ કે માલિકીના કોઈ પુરાવા રજૂ ન કરી શકતાં પોલીસે તેની પાસેથી રૂ. 34.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ સયાજીગંજની ઘરફોડ ચોરીનો ગુનો કબૂલ્યો હતો. તેણે ચોરીના કેટલાક સોનાના દાગીના મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ વેચી દીધા હોવાની પણ કબૂલાત કરી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મુદ્દામાલ સાથે સયાજીગંજ પોલીસને વધુ તપાસ માટે સોંપ્યો છે. મુંબઈમાં વેચાયેલા દાગીનાની કડી તેમજ અન્ય ગુનાઓ અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આરોપીએ 22 વર્ષમાં 26 ઘરફોડ ચોરીઓ કરી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અનિલકુમાર મીસરી રાજભર વર્ષ 2004થી ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે. છેલ્લા 22 વર્ષમાં તેણે મુંબઈ, ઠાણે, પાલઘર, પુણે, બેલગામ અને વડોદરા સહિત વિવિધ શહેરોમાં કુલ 26 ઘરફોડના ગુનાઓ આચર્યા છે. માત્ર વડોદરામાં જ ગોત્રી, માંજલપુર અને સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે તાજેતરમાં પણ થાણે અને મુંબઈમાં તેની સામે કેસ નોંધાયા છે. પકડથી બચવા અપનાવતો હતો અનોખી મોડસ ઓપરેન્ડી પોલીસના જણાવ્યા મુજબ આરોપી છેલ્લા બે દાયકાથી બંધ મકાનોને નિશાન બનાવી દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરતો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તે મુંબઈથી ટ્રેનમાં ભરૂચ પહોંચતો અને ત્યાંથી અલગ-અલગ રિક્ષા તથા વાહનો બદલી વડોદરા આવતો હતો. ગુના દરમિયાન ઓળખ છુપાવવા માસ્ક અને ટોપીનો ઉપયોગ કરતો હતો અને મોટાભાગની ચોરીઓ એકલાએ જ અંજામ આપતો હતો. CCTVથી બચવા માટે તે જે હોટેલમાં CCTV ન હોય ત્યાં જ જમતો હતો. પોલીસે તેને પકડવા માટે 300 જેટલા CCTV તપાસ્યા હતા. જેલમાંથી છૂટ્યાના માત્ર 10 દિવસમાં જ તેણે સયાજીગંજ વિસ્તારમાં ફરી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જેનિફર વિંગેટે શેર કર્યા પીઠીના અનસીન ફોટો:લીલા લહેંગામાં અપ્સરા જેવી લાગી એક્ટ્રેસ, મિત્ર કરણ વાહી અને હરલીન સેઠી ખાસ હાજર રહ્યા
    Next Article
    ગોધરાના સારંગપુર ગામમાં બની ઘટના:કાચું કોઠીયું ધરાશાયી થતાં પાડીનું મોત, પશુપાલકને નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment