Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ પાસે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા:અમદાવાદથી વડોદરા તરફ જતી હતી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, ટ્રેક પૂર્વવત કરવાની કામગીરી શરૂ

    18 hours ago

    આણંદ રેલ્વે સ્ટેશન નજીક ભાલેજ ઓવરબ્રિજ પાસે અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી એક માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ રેલ્વે અધિકારીઓ અને તંત્રનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ રેલ્વે અધિકારીઓ દ્વારા પાટા પરથી ડબ્બા હટાવવાની અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવેના પી.આર.ઓ. અભિનવ સક્સેનાએ જણાવ્યું હતું કે, આ ઘટના મુખ્ય રેલ્વે લાઇન પર અપ અને ડાઉન બંને તરફના મુખ્ય ટ્રાફિકને ખાસ અસર કરી શકી નથી. ઘટના બાદ ગુવાહાટી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ જેવી ટ્રેનો પસાર થઈ ચૂકી છે. રેલ્વે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુનઃસ્થાપનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટ્રેકને ખૂબ જ જલ્દી પૂર્વવત કરી દેવામાં આવશે. આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ જાણી શકાશે.
    Click here to Read More
    Previous Article
    બજાણામાં 6.55 લાખનો દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા:હ્યુન્ડાઇ વેન્યુ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો
    Next Article
    'જંતરમંતર જેવું આંદોલન કરીશું':'વોશરૂમનો ઉપયોગ પણ કરવા ન દીધો', TET-1 પાસ ઉમેદવારોનો ગાંધીનગરમાં હલ્લાબોલ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment