Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જંતરમંતર જેવું આંદોલન કરીશું':'વોશરૂમનો ઉપયોગ પણ કરવા ન દીધો', TET-1 પાસ ઉમેદવારોનો ગાંધીનગરમાં હલ્લાબોલ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની માગ

    21 hours ago

    TET-1 (Teacher Eligibility Test)ની ચાર મહિનાથી અટકેલી ભરતી પ્રક્રિયા આગળ ન વધતા રાજ્યભરમાંથી પાસ થયેલા ઉમેદવારો ગાંધીનગર રજૂઆત માટે પહોંચ્યા હતા. 700થી વધુ ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચી ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ (PML) જાહેર કરવાની માગ કરી છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે, કોર્ટ કેસનું બહાનું આગળ ધરી ભરતી પ્રક્રિયામાં વિલંબ કરાઈ રહ્યો છે. મહિલા ઉમેદવારે રોષ ઠાલવતા કહ્યું કે, અમે આતંકવાદી નથી, અમને વિદ્યા સમીક્ષા કેન્દ્રના વોશરૂમનો પણ ઉપયોગ કરવા ન દેવાયો. 7 ઓગસ્ટ સુધીમાં પ્રોવિઝનલ મેરિટ જાહેર કરવામાં ન આવે તો 9 ઓગસ્ટથી ગાંધીનગરમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભાવિ શિક્ષકોના વિરોધની 3 તસવીર જુઓ રાજ્યભરમાંથી 700 ઉમેદવારો રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા TET-1ની ભરતી પ્રક્રિયા ચાર મહિનાથી અટકાવવામાં આવી છે. જેના કારણે પાસ થયેલા ઉમેદવારોમાંથી 700 જેટલા ઉમેદવારો ગાંધીનગર રજૂઆત માટે પહોંચ્યા હતા. ઉમેદવારોનું કહેવું છે કે ભરતી પર કોઈ સ્ટે નથી અને કાયમી ભરતી સાથે કોર્ટ કેસને જોડીને સમગ્ર પ્રક્રિયા અટકાવવી યોગ્ય નથી. ઉમેદવારોએ આક્ષેપ કર્યો કે આશરે 700 નાપાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા કોર્ટ કેસને કારણે 10,160 TET-1 પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. ઉમેદવારોનો સવાલ છે કે કોર્ટ કેસમાં સંકળાયેલા ઉમેદવારોને ભરતીમાં સામેલ ન કરવાની જોગવાઈ કરી શકાય તેમ હોય તો સમગ્ર ભરતી પ્રક્રિયા કેમ અટકાવવામાં આવી રહી છે? 10,160 ઉમેદવારોનું ભાવિ અનિશ્ચિત બન્યું ઉમેદવારો વિદ્યાસમીક્ષા કેન્દ્ર ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા. ઉમેદવારોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન પણ તેમને અગાઉથી મળતો ‘કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તેથી ભરતી આગળ વધી શકે નહીં’ એવો જ જવાબ મળ્યો હતો. જેના પગલે ઉમેદવારોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. ઉમેદવારોએ કહ્યું કે તેઓ વર્ષોથી પરીક્ષાની તૈયારી કરીને TET-1 પાસ થયા છે, પરંતુ ભરતી અટકી જતાં 10,160 પાસ ઉમેદવારોનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. જો કોર્ટ કેસના અંતિમ ચુકાદાની રાહ જોવામાં આવશે તો આગામી બે-ત્રણ વર્ષ સુધી ભરતી અટકી રહેશે. ‘7 ઓગસ્ટ સુધી PML જાહેર કરો, નહીં તો 9મીએ વધુ સંખ્યામાં ગાંધીનગર આવીશું’ હવે ઉમેદવારોએ સરકારને સમયમર્યાદા આપી છે. ઉમેદવારોની સ્પષ્ટ માગ છે કે જો 7 ઓગસ્ટ સુધી PML જાહેર નહીં થાય તો 9 ઓગસ્ટે, સોમવારે હાલની સંખ્યા કરતાં પણ વધુ ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થશે અને સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કરવામાં આવશે. ઉમેદવારોએ વધુમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે. તેમણે કહ્યું કે જો સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.આગામી તબક્કે ગાંધીનગરમાં જંતર-મંતર ખાતે થયેલા આંદોલન જેવું મોટું આંદોલન કરવામાં આવશે. આ સમાચાર પણ વાંચોઃ કાયમી ભરતીના બદલે જ્ઞાન સહાયકથી ગાડું ગબડાવાતા TET-1ના ઉમેદવારોમાં રોષ ઉમેદવારોનો આક્ષેપ છે કે ભાવિ શિક્ષકોને ભરતી માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડે તે શિક્ષણ વ્યવસ્થા માટે યોગ્ય સ્થિતિ નથી. તેમની એક જ માગ છે કે PML તાત્કાલિક જાહેર કરવામાં આવે અને TET-1 પાસ ઉમેદવારોની કાયમી ભરતીની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવામાં આવે. હવે 7 ઓગસ્ટ સુધી PML જાહેર થાય છે કે નહીં તેના પર ઉમેદવારોની આગામી ચળવળ નક્કી થશે. જો નિર્ધારિત સમય સુધી જાહેરાત નહીં થાય તો 9 ઓગસ્ટે ગાંધીનગરમાં વધુ મોટી સંખ્યામાં ઉમેદવારોના આંદોલનની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    આણંદ પાસે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા:અમદાવાદથી વડોદરા તરફ જતી હતી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, ટ્રેક પૂર્વવત કરવાની કામગીરી શરૂ
    Next Article
    Rashmika Mandanna Breaks Silence After 'Freak Accident' On Mysaa Set, Shares Health Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment