Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બજાણામાં 6.55 લાખનો દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા:હ્યુન્ડાઇ વેન્યુ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

    17 hours ago

    બજાણા પોલીસે બજાણાથી પીપળી ગામ તરફ જતા રોડ પરથી એક હ્યુન્ડાઇ વેન્યુ કારમાંથી રૂ. 6.55 લાખનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે ફરાર છે. પોલીસને કારમાંથી રૂ. 1,05,984ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (768 પ્લાસ્ટિક/કાચની બોટલો અને 287 બિયર ટીન) મળી આવ્યો હતો. આ ઉપરાંત, રૂ. 5 લાખની હ્યુન્ડાઇ વેન્યુ કાર અને રૂ. 50,000ના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, કુલ રૂ. 6,55,984નો મુદ્દામાલ કબજે લેવાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એન.કે. પટેલના માર્ગદર્શન હેઠળ, બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. વાઘેલા અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, એક સફેદ હ્યુન્ડાઇ વેન્યુ કારમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વાહનને રોકી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અમરત કૃષ્ણરામ દેવાસી (રબારી, ઉં.વ. 25, રહે. વીછાવડી, તા. સાંચોર, જિ. જાલોર) અને જહા માતમ રાતડીયા (ભરવાડ, ઉં.વ. 30, રહે. વડેગામ, તા. સમી, જિ. પાટણ) નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં નરશી ઠાકોર (રહે. હારીજ) અને સિરાજખાન મલેક (રહે. દેગામ) નામના અન્ય બે આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઈ. એ.કે. વાઘેલા સાથે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ લાલજીભાઈ, વલ્લભભાઈ બાબુભાઈ અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ સહિતની ટીમે ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    Editor's View: બ્રાન્ડ મોદી, તક અને ખતરો:ભાજપ અને સંઘ માટે આ ટ્રેન્ડ કેટલો જોખમી?, જેન-ઝી 2029ની ચૂંટણીનું પરિણામ બદલશે? હાઈકમાન્ડની ઊંઘ ઉડાવતું એનાલિસિસ
    Next Article
    આણંદ પાસે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા:અમદાવાદથી વડોદરા તરફ જતી હતી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, ટ્રેક પૂર્વવત કરવાની કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment