Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળીયા હાટીના દીપડો પાંજરે પુરાયો:​માળીયા હાટીનામાં પાંચ દિવસથી દહેશત મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો: સ્થાનિકો અને વન વિભાગે લીધો રાહતનો શ્વાસ

    13 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેર ખાતેથી છેલ્લા પાંચ દિવસથી ભયનું વાતાવરણ ફેલાવનાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરવામાં મોટી સફળતા મેળવી છે. શહેરના જૂના મામલતદાર કચેરી વિસ્તાર પાસે દીપડાએ ધામા નાખ્યા હતા અને પાંચ દિવસ પહેલાં તેણે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ​દીપડા અને માનવ વચ્ચે વધુ કોઈ સીધો સંપર્ક ન થાય તેમજ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી છેલ્લા પાંચ દિવસથી સતત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે શહેરના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં ચાર જેટલા પાંજરા ગોઠવીને રાત-દિવસ સતત દેખરેખ રાખી હતી. ​અવિરત પાંચ દિવસની ભારે જહેમત અને મથામણ બાદ આખરે દીપડો પાંજરે પુરાઈ જતાં વન વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે ભયના ઓથાર હેઠળ જીવતા સ્થાનિક ગ્રામજનો પણ ભયમુક્ત થઈને રાહત અનુભવી રહ્યા છે. પાંજરે પુરાયેલા દીપડાને સુરક્ષિત રીતે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. ​આ માળીયા હાટીનાના આરએફઓ પી. એમ. મકવાણાએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં અવારનવાર શહેર અને માનવ વસાહતોની નજીક આવી જતા હોય છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે જો કોઈપણ વિસ્તારમાં વન્ય પ્રાણીની હિલચાલ જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી. ​આ સફળ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માળીયા પોલીસ મથકના પીઆઈ મેહુલ ચૌધરી સહિતના પોલીસ સ્ટાફે પણ વન વિભાગની સાથે રહીને મહત્વપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Editor's View: બ્રાન્ડ મોદીની કેટલી અસર:ભાજપ અને સંઘ માટે આ ટ્રેન્ડ ખતરનાક, જેન-ઝી 2029ની ચૂંટણીનું પરિણામ બદલશે? હાઈકમાન્ડની ઊંઘ ઉડાવતું એનાલિસિસ
    Next Article
    દેવ કુટીર સોસાયટીમાં અષાઢ વદ પાંચમે ગોગા મહારાજનો હવન યોજાયો:શાસ્ત્રોક્ત વિધિથી હવનનો પ્રારંભ અને સાંજે શ્રીફળ હોમી પૂર્ણાહુતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment