Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોળો ફોરેસ્ટ અને દ્વારકાની હોટલમાં ભરૂચની યુવતી પર દુષ્કર્મ:અમદાવાદના શખસે દારૂ પીવડાવ્યો અને બીભત્સ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી, હિંમતનગર મહિલા પોલીસમાં ફરિયાદ

    10 hours ago

    ભરૂચ જિલ્લાની એક યુવતીએ અમદાવાદના સરખેજમાં રહેતા એક યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવકે ખોટી ઓળખ આપી યુવતીને સાબરકાંઠાના વિજયનગર અને બાદમાં દ્વારકા લઈ જઈ દારૂ પીવડાવી, બીભત્સ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આ મામલે હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, ગત 21 જૂનથી 21 જુલાઈના સમયગાળા દરમિયાન અમદાવાદના સરખેજ રોડ પર રહેતા મોહન પીઠાભાઈ પરમારે યુવતીને પોતાની ખોટી ઓળખ દર્શન ઠાકોર તરીકે આપી હતી. તે યુવતીને વિજયનગરના પોળો ફોરેસ્ટ રિસોર્ટમાં લઈ ગયો હતો. રિસોર્ટમાં મોહન પરમારે યુવતીના માતા-પિતાના સોગંદ આપી તેને દારૂ પીવડાવ્યો હતો. દારૂ પીવડાવ્યા બાદ તેણે યુવતી સાથે બિભત્સ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ મોહન પરમાર યુવતીને દ્વારકા લઈ ગયો હતો. ત્યાં પણ તેણે યુવતીની મરજી વિરુદ્ધ ફરીથી દુષ્કર્મ આચરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ભોગ બનનાર યુવતીએ ખોટી ઓળખ આપનાર મોહન પરમાર વિરુદ્ધ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સ્વતંત્રતા દિવસ પહેલાં કચ્છના દરિયાકાંઠે ચુસ્ત સુરક્ષા:જખૌથી સુથરી સુધી સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન
    Next Article
    પૂર બાદ ખેડૂતો માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન:નવસારી કૃષિ યુનિવર્સિટીએ બાગાયતી પાકને બચાવવા ચાર તબક્કાની અસરકારક પદ્ધતિ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment