Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વતંત્રતા દિવસ પહેલાં કચ્છના દરિયાકાંઠે ચુસ્ત સુરક્ષા:જખૌથી સુથરી સુધી સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન

    9 hours ago

    આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વ્યાપક સતર્કતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજે બપોરે જખૌ સેક્ટરના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની ટીમોએ દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરી સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ અભિયાન દરમિયાન છછી લાઇટ હાઉસથી લઈને સાંધાણ અને સુથરી સુધીના દરિયાઈ વિસ્તારમાં સતત ચેકિંગ કરવામાં આવ્યું હતું. અભિયાન હેઠળ મરીન કમાન્ડોની ટીમોએ દરિયાકિનારે અવરજવર કરતી બોટો, માછીમારોની હિલચાલ તેમજ અન્ય પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખી હતી. સુરક્ષા દળોએ સ્થાનિક માછીમારો સાથે સીધી મુલાકાત કરીને તેમને સાવચેતી રાખવા અપીલ કરી હતી. ખાસ કરીને અજાણ્યા વ્યક્તિઓ, શંકાસ્પદ બોટો અથવા કોઈપણ અસામાન્ય ગતિવિધિ જોવા મળે તો તાત્કાલિક પોલીસ અથવા મરીન ટાસ્ક ફોર્સને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલમાં દરિયો તોફાની હોવાથી માછીમારોને દરિયામાં જતી વખતે વધારાની સાવચેતી રાખવા તેમજ હવામાનની આગાહી મુજબ જ દરિયામાં ઉતરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરક્ષા સાથે માનવજીવનની સલામતી પણ એટલી જ મહત્વપૂર્ણ હોવાથી દરિયાઈ જોખમોને ધ્યાનમાં રાખી જરૂરી તકેદારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાજ્યભરમાં સ્વતંત્રતા પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને દરિયાઈ માર્ગે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ પ્રવેશી ન શકે તે માટે ગુજરાતના સમગ્ર દરિયાકાંઠે વિશેષ સુરક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને ગુપ્ત બાતમીના આધારે દેખરેખ રાખી રહી છે. કચ્છ જેવા સરહદી અને વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓની આ વધારાની સતર્કતા દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
    Click here to Read More
    Previous Article
    ATM બળતાં બળતાં બચ્યું!:ઉધના રોડ નં. 8 પર AXIX બેંકના ATMના કેબિનમાંથી ધુમાડા નીકળતાં દોડધામ; વાયરિંગ-ઈલેક્ટ્રિક પેનલ ખાખ
    Next Article
    પોળો ફોરેસ્ટ અને દ્વારકાની હોટલમાં ભરૂચની યુવતી પર દુષ્કર્મ:અમદાવાદના શખસે દારૂ પીવડાવ્યો અને બીભત્સ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી, હિંમતનગર મહિલા પોલીસમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment