Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ATM બળતાં બળતાં બચ્યું!:ઉધના રોડ નં. 8 પર AXIX બેંકના ATMના કેબિનમાંથી ધુમાડા નીકળતાં દોડધામ; વાયરિંગ-ઈલેક્ટ્રિક પેનલ ખાખ

    9 hours ago

    સુરત શહેરના ઉધના વિસ્તારમાં આજે એક દુર્ઘટના સામે આવી છે, જ્યાં ઉધના રોડ નંબર 8 પર આવેલા એક્સિસ બેંકના ATMમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે જોતજોતામાં સમગ્ર એટીએમ કેબિન ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગઈ હતી. ભરચક વિસ્તારમાં અચાનક ધુમાડા નીકળતા જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોની સજાગતા અને ફાયર ફાઇટરોની ઝડપી કામગીરીના કારણે ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેથી આસપાસની દુકાનો કે વિસ્તારમાં આગ પ્રસરતા અટકી હતી. ઈલેક્ટ્રિક પેનલ બળીને ખાખ, શોર્ટ સર્કિટનું અનુમાન આગ બુઝાવ્યા બાદ તપાસ કરતા સામે આવ્યું હતું કે ATM મશીનનું વાયરિંગ અને ઈલેક્ટ્રિક પેનલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પોલીસ અને વીજ કંપનીને જાણ, કોઈ જાનહાનિ નહીં આ બનાવ અંગે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વીજ કંપની અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ઉધના પોલીસે આગળની તકેદારીના ભાગરૂપે ATMનો કબજો સંભાળ્યો છે. સદનસીબે, આગ લાગી તે સમયે કેબિનમાં કોઈ ગ્રાહક હજાર ન હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો અને આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદને કારણે રાજપીપળા-જૂનારાજને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ધોવાયો:સાંસદ-ધારાસભ્યએ સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક રિપેરિંગની સૂચના આપી
    Next Article
    સ્વતંત્રતા દિવસ પહેલાં કચ્છના દરિયાકાંઠે ચુસ્ત સુરક્ષા:જખૌથી સુથરી સુધી સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment