Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદને કારણે રાજપીપળા-જૂનારાજને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ધોવાયો:સાંસદ-ધારાસભ્યએ સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક રિપેરિંગની સૂચના આપી

    8 hours ago

    નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે રાજપીપળા-જૂનારાજને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. આનાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ, સાંસદ મનસુખ વસાવા અને તાલુકા પંચાયતના સભ્ય હરેશ વસાવાએ તૂટેલા માર્ગની સ્થળ મુલાકાત લીધી હતી. જનપ્રતિનિધિઓએ નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ પાસેથી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે માર્ગના વહેલાસર સમારકામ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનોએ માર્ગ બંધ થવાથી સર્જાયેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. જનપ્રતિનિધિઓએ ગ્રામજનોને ખાતરી આપી હતી કે માર્ગનું સમારકામ શક્ય તેટલી ઝડપથી હાથ ધરવામાં આવશે અને લોકોની અવરજવર ફરીથી સુચારુ બને તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવશે. ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે આ પાકો રોડ રાજ્ય સરકારે મંજૂર કર્યો છે અને તેનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ એક વ્યક્તિની અરજીને કારણે કામ સ્થગિત થઈ ગયું હતું. તેમણે ઉમેર્યું હતું કે મોટાભાગના નાળાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીના રોડની મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે. હાલ વરસાદને કારણે જે રોડ ધોવાયો છે, તેને તાત્કાલિક અસરથી રિપેર કરવા માટે સ્થાનિક જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. સાંસદ મનસુખભાઈ અને તાલુકા સદસ્ય હરેશ વસાવા સાથેની સ્થળ મુલાકાત બાદ, હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રોડને કામચલાઉ ધોરણે પણ ચાલુ કરી શકાય તે રીતે તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં મુખ્ય રસ્તો પણ યુદ્ધના ધોરણે રિપેર થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત માથેથી વરસાદી વાદળો ગાયબ:હવે રવિવાર સુધી ઝાપટાંની આગાહી, કિન્નરોનાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જમાઈને બચાવવા જતાં સસરા અને સાળાનાં કરૂણ મોત
    Next Article
    ATM બળતાં બળતાં બચ્યું!:ઉધના રોડ નં. 8 પર AXIX બેંકના ATMના કેબિનમાંથી ધુમાડા નીકળતાં દોડધામ; વાયરિંગ-ઈલેક્ટ્રિક પેનલ ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment