Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર બાદ ખેડૂતો માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન:નવસારી કૃષિ યુનિવર્સિટીએ બાગાયતી પાકને બચાવવા ચાર તબક્કાની અસરકારક પદ્ધતિ આપી

    11 hours ago

    રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. આવી સ્થિતિમાં ખેડૂતો યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે તો નુકસાન પામેલા બાગાયતી પાકને ફરી જીવંત બનાવી શકાય છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિક ડૉ. અંકુર પટેલે ખેડૂતોને બાગાયતી પાકને બચાવવા માટે ચાર સરળ અને અસરકારક તબક્કાની પદ્ધતિ સૂચવી છે. આડી પડી ગયેલી કલમને ધીમે-ધીમે ઊભી કરો ભારે વરસાદ અથવા પૂરના કારણે જમીનદોસ્ત થયેલી કલમોને ઉતાવળમાં કે જોરથી ઊભી કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આમ કરવાથી મૂળ તૂટી જવાનો ભય રહે છે અને છોડને વધુ નુકસાન થઈ શકે છે. કલમને અત્યંત ધીમે-ધીમે ઊભી કરવી, વચ્ચે લગભગ 10 સેકન્ડનો વિરામ રાખીને ફરી પ્રયાસ કરવો. આ રીતથી મૂળ પર ઓછો ભાર પડે છે અને છોડ ફરીથી સારી રીતે ઉભો રહી શકે છે. પ્રુનિંગ દ્વારા છોડ પરનો ભાર ઘટાડો પૂરના કારણે વૃક્ષની ડાળીઓ અને પાંદડાંને નુકસાન પહોંચતું હોય છે. આવી સ્થિતિમાં લાંબી, નમી ગયેલી અથવા ક્ષતિગ્રસ્ત ડાળીઓની છાંટણી (પ્રુનિંગ) કરવી જરૂરી છે. માત્ર મર્યાદિત પાંદડાં રાખવાથી છોડ પર ખોરાકનો બોજ ઓછો પડે છે અને ટૂંકા સમયમાં નવી ફૂટ નીકળવાની પ્રક્રિયા ઝડપી બને છે. કાપેલી ડાળીઓ પર ફૂગનાશક પેસ્ટ લગાવવી જરૂરી જે ડાળીઓ કાપવામાં આવી હોય તેના ખુલ્લા ભાગ પર કોપર ઓક્સિક્લોરાઇડ (COC)ની પેસ્ટ લગાવવાની સલાહ આપવામાં આવી છે. આ પેસ્ટ ડાળીને સડતી અટકાવે છે, ફૂગના ચેપથી રક્ષણ આપે છે અને નવી કૂંપળો ઝડપથી ફૂટવામાં મદદરૂપ બને છે. જમીન અને મૂળની યોગ્ય સારવારથી છોડને આપો નવું જીવન પૂરના પાણી બાદ ચોમાસામાં છાણિયા ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. તેના બદલે 1 કિલો વર્મી કમ્પોસ્ટમાં 50 ગ્રામ કાર્બેન્ડાઝીમ પાવડર ભેળવી 4થી 5 દિવસ સુધી તૈયાર કર્યા બાદ છોડની આસપાસ માટીમાં દાટી દેવું. ઉપરાંત, મૂળને કોહવાટથી બચાવવા માટે 200 લિટર પાણીમાં 1 કિલો ટ્રાયકોડર્મા વિરિડી અને 2 કિલો યુરિયા ભેળવી દરેક કલમ દીઠ 1 લિટર દ્રાવણ આપવું. મહિનામાં બે-ત્રણ વખત આ પ્રક્રિયા કરવાથી મૂળ મજબૂત બને છે અને છોડ ઝડપથી પુનઃસ્થાપિત થાય છે. આગોતરી તૈયારીથી ભારે વરસાદનું નુકસાન ઘટાડી શકાય ડૉ. અંકુર પટેલના જણાવ્યા મુજબ ચોમાસું શરૂ થાય તે પહેલાં નદી કે નાળાના પાણીના વહેણની દિશાને ધ્યાનમાં રાખીને દરેક કલમની આસપાસ ઓછામાં ઓછા બે ફૂટ ઊંચા પાળા બનાવવા જોઈએ. આવા પાળા પાણીના સીધા વહેણથી કલમને સુરક્ષિત રાખે છે, મૂળને મજબૂત આધાર આપે છે અને ભારે વરસાદ દરમિયાન છોડને ધરાશાયી થતો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. યોગ્ય સમયે વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર કલમને ઊભી કરવી, પ્રુનિંગ કરવું, ફૂગનાશક પેસ્ટનો ઉપયોગ કરવો અને મૂળની સારવાર કરવી જેવા પગલાં અપનાવવાથી બાગાયતી પાકને ફરી સ્વસ્થ બનાવી શકાય છે અને ખેડૂતોને આર્થિક નુકસાન પણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    પોળો ફોરેસ્ટ અને દ્વારકાની હોટલમાં ભરૂચની યુવતી પર દુષ્કર્મ:અમદાવાદના શખસે દારૂ પીવડાવ્યો અને બીભત્સ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી, હિંમતનગર મહિલા પોલીસમાં ફરિયાદ
    Next Article
    Editor's View: મોદી વિના ભાજપનું શું થાત?:ભાજપ-સંઘ વચ્ચે સાયલન્ટ વોર? જેન-ઝી બદલશે 2029 લોકસભાનું પરિણામ? હાઈકમાન્ડની ઊંઘ ઉડાવતું એનાલિસિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment