Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલના શિક્ષકોને પણ હવે મળશે મેડિકલ રિઈમ્બર્સમેન્ટનો લાભ:નાણાં વિભાગની મંજૂરી બાદ નિર્ણય લાગૂ; રાજ્યના હજારો શિક્ષકોને થશે સીધો ફાયદો

    1 day ago

    રાજ્યની અનુદાનિત (ગ્રાન્ટેડ) પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે રાજ્ય સરકારે એક અત્યંત મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. હવે સરકારી કર્મચારીઓ અને માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની જેમ અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ મેડિકલ રિઈમ્બર્સમેન્ટ (તબીબી સારવાર ખર્ચની ભરપાઈ) નો લાભ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરીને તેનો તાત્કાલિક અસરથી અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય સેવા નિયમો, 2015 હેઠળ મળશે લાભ ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના ધોરણે તબીબી સારવારના ખર્ચની ભરપાઈ આપવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ પ્રાથમિક વિભાગના શિક્ષકો આ લાભથી વંચિત હતા. લાંબા સમયની રજૂઆતો બાદ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્તને શિક્ષણ વિભાગે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય માટે નાણાં વિભાગની પણ આખરી મંજૂરી મેળવી લેવામાં આવી છે. હવેથી અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષકોને 'ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015' હેઠળ નિયમાનુસાર મેડિકલ રિઈમ્બર્સમેન્ટનો લાભ મળી શકશે. તાત્કાલિક ધોરણે આદેશનો અમલ શરૂ શિક્ષણ વિભાગ દ્વારા 3 ઓગસ્ટ, 2026ના રોજ આ અંગેનો પરિપત્ર અને આદેશ બહાર પાડવામાં આવ્યો છે. વિભાગે આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારના આ પ્રજાભિમુખ નિર્ણયથી રાજ્યની વિવિધ અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા હજારો પાત્ર શિક્ષકોને ચોક્કસપણે મોટો આર્થિક ટેકો મળશે અને બીમારી કે તબીબી સારવાર સમયે થતા ભારેખમ ખર્ચમાંથી મોટી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ચાંદીપુરાના 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ:22 બાળકોનાં મોત, 11 સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ પેન્ડિંગ; વાયરસથી આરોગ્ય તંત્ર એલર્ટ
    Next Article
    BAPS બાળકોએ 'સત્સંગદીક્ષા' મુખપાઠથી ગીનીસ રેકોર્ડ બનાવ્યો:સુરેન્દ્રનગરમાં ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં બાળકોને સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment