Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ચાંદીપુરાના 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ:22 બાળકોનાં મોત, 11 સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ પેન્ડિંગ; વાયરસથી આરોગ્ય તંત્ર એલર્ટ

    1 day ago

    રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 કેસ ચાંદીપુરા પોઝિટિવ આવ્યા છે. 11 સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી અત્યાર સુધીમાં 22 બાળકોનાં ચાંદીપુરા વાયરસથી મોત થયાં છે. હાલ વિવિધ સિવિલ હોસ્પિટલોમાં 7 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે સારવાર બાદ સ્વસ્થ થયેલા 6 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગાંધીનગર સહિત 5 શહેરોની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હાલ ગાંધીનગર, સાબરકાંઠા-હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા પોઝિટિવ બાળકોની સારવાર ચાલી રહી છે. તબીબો દ્વારા દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ સુપર-સ્પેશિયાલિસ્ટ સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે સરકારી તેમજ ખાનગી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને પણ લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધાવાળા ICU બેડમાં દાખલ કરી સારવાર શરૂ કરવા સૂચના આપી છે. પશુપાલન ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, રાજ્યમાં ચાંદીપુરાના તમામ કેસ કોઈ એક ગામ કે ચોક્કસ વિસ્તારમાંથી સામે આવ્યા નથી. અલગ-અલગ વિસ્તારોમાંથી કેસ નોંધાઈ રહ્યા હોવાથી આરોગ્ય વિભાગની ટીમો ગ્રાઉન્ડ લેવલે સતત સર્વેલન્સ અને તકેદારીની કામગીરી કરી રહી છે. માટી કે કાચા મકાનોની દિવાલોમાં પડેલી તિરાડો પૂરવા તેમજ પશુપાલન ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. રસી કે ચોક્કસ દવા ઉપલબ્ધ નથી હાલ ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ રસી કે અસરકારક ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. વાયરસની રસી અને અસરકારક દવા વિકસાવવા માટે તબીબો અને સંશોધકોની વિશેષ ટીમ દ્વારા વૈજ્ઞાનિક રીતે સંશોધન ચાલી રહ્યું છે. બાળકમાં તાવ, ઊલટી કે ખેંચ આવે તો સારવાર કરાવી આરોગ્ય મંત્રીએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો સમય ગુમાવ્યા વિના નજીકની સરકારી જિલ્લા હોસ્પિટલનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. કાચા મકાનો કે માટીની દિવાલોમાં તિરાડો હોય તો તેનું તાત્કાલિક પુરાણ કરાવવા અને આરોગ્ય વિભાગની ટીમોને સહયોગ આપવા પણ અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી તકેદારીનાં પગલાં લઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની 20-ITI અને 17-પોલિટેકનિકની ડેટા અને AI-લેબ્સની સ્થાપના માટે પસંદગી:રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીનાં પ્રશ્નનો ઇલેક્ટ્રોનિક્સ અને IT રાજ્યમંત્રીએ જવાબ આપ્યો
    Next Article
    ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલના શિક્ષકોને પણ હવે મળશે મેડિકલ રિઈમ્બર્સમેન્ટનો લાભ:નાણાં વિભાગની મંજૂરી બાદ નિર્ણય લાગૂ; રાજ્યના હજારો શિક્ષકોને થશે સીધો ફાયદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment