Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગરમાં સમીક્ષા બેઠક યોજી:જરૂરિયાતમંદોને સરકારી યોજનાના લાભ સમયસર આપવા તાકીદ કરી

    1 day ago

    કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગરમાં શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગોની સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લામાં ચાલતી કલ્યાણકારી યોજનાઓ, શ્રમિકોના હિતાર્થે હાથ ધરાયેલા કાર્યો અને ગ્રામીણ વિકાસની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી. આ બેઠકમાં મંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી કે, દરેક જરૂરિયાતમંદ લાભાર્થીને સરકારી યોજનાઓના લાભો કોઈપણ વિલંબ વગર સમયમર્યાદામાં મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. સરકારી યોજનાઓનો વાસ્તવિક હેતુ છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાનો છે. બેઠક દરમિયાન, મંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), વીબી-જી રામ જી યોજના, કેશ ક્રેડિટ લોન, 'લખપતિ દીદી' પહેલ, ગ્રામ હાટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અને સ્વચ્છ ભારત મિશન સહિતની યોજનાઓની પ્રગતિનો ચિતાર મેળવ્યો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી શારદા કાથડે આ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. રોજગાર ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરતા, જિલ્લા રોજગાર અધિકારી સરોજબેન સાંડપાએ ઉમેદવારોની નામ નોંધણી, કારકિર્દી માર્ગદર્શન, ભરતી મેળાના આયોજન, સ્વ-રોજગારી સેમિનાર, વિદેશ રોજગાર માહિતી કેન્દ્ર અને અનુબંધમ પોર્ટલ પર નોંધાયેલા એકમોની માહિતી આપી. મંત્રીએ આ અંગે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા. આ ઉપરાંત, મદદનીશ શ્રમ આયુક્તની કચેરીની કામગીરી અંતર્ગત શ્રમિકોને કરાયેલા ચૂકવણાં, બોનસ, ગ્રેચ્યુઈટી અને અસંગઠિત શ્રમયોગીઓ માટેની યોજનાઓની સમીક્ષા થઈ. નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા જિલ્લામાં નોંધાયેલા કારખાનાઓ, જોખમી એકમો, ઔદ્યોગિક અકસ્માત નિવારણના પગલાં અને બાંધકામ શ્રમયોગી અધિનિયમ હેઠળની કામગીરીની વિગતો રજૂ કરાઈ. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ ચાલતી ઈ-નિર્માણ કાર્ડ, ધન્વંતરી આરોગ્ય રથ, પ્રસૂતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ, શિક્ષણ સહાય, અકસ્માત મૃત્યુ સહાય, અંત્યેષ્ઠી સહાય, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને શ્રમિક અન્નપૂર્ણા યોજના જેવી કલ્યાણકારી યોજનાઓની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ હિન્દુ પરિષદનો 'નશામુક્ત યુવા' કાર્યક્રમ:હીરપરા કન્યા વિદ્યાલયમાં 1200થી વધુ કન્યાઓએ નશામુક્ત ભારત બનાવવાનો સંકલ્પ લીધો
    Next Article
    ગોધરા-દાહોદ હાઈવે પર ગઢ ગામ નજીક એક્ટિવા-આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત:વડોદરામાં સારવાર હેઠળ રહેલી મહિલાનું મોત, આઇશર ટેમ્પો ચાલક સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment