Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા-દાહોદ હાઈવે પર ગઢ ગામ નજીક એક્ટિવા-આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત:વડોદરામાં સારવાર હેઠળ રહેલી મહિલાનું મોત, આઇશર ટેમ્પો ચાલક સામે ગુનો નોંધાયો

    1 day ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા-દાહોદ હાઈવે પર ગઢ ગામ નજીક થોડા દિવસો પહેલા સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં સારવાર હેઠળ રહેલી મહિલાનું મોત નિપજ્યું છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી ભાવનાબેન વિજયકુમાર પટેલે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. એક્ટિવા અને આઇશર ટેમ્પો વચ્ચે થયો હતો ગંભીર અકસ્માત મળતી માહિતી મુજબ, ગત શનિવારે 1 ઓગસ્ટના રોજ ગોધરા-દાહોદ હાઈવે પર ગઢ ગામ નજીક એક્ટિવા અને આઇશર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા પર સવાર દંપતી, તેમના 6 વર્ષના પુત્ર સહિત કુલ પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વડોદરાની ખાનગી હોસ્પિટકલમાં સારવાર દરમિયાન મોત ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ભાવનાબેન વિજયકુમાર પટેલની સ્થિતિ અત્યંત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. આઇશર ટેમ્પો ચાલક સામે ગુનો નોંધાયો આ સમગ્ર બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસે આઇશર ટેમ્પોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોની બેદરકારી જવાબદાર હતી તે મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત અન્ય લોકોની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગરમાં સમીક્ષા બેઠક યોજી:જરૂરિયાતમંદોને સરકારી યોજનાના લાભ સમયસર આપવા તાકીદ કરી
    Next Article
    LIVE: Prashant Kishor Makes Stellar Debut In Bankipur; Congress Wins Datia, BJP Manjalpur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment