Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ જાગૃતિ રેલી:ચોકસી કોલેજની વિદ્યાર્થિનીઓએ સ્લોગનવાળી ટી-શર્ટ પહેરી સંદેશ આપ્યો

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે વેરાવળમાં જનજાગૃતિ રેલીનું આયોજન થયું હતું. રેલી ચોકસી કોલેજથી રાજેન્દ્રભુવન રોડ સુધી યોજાઈ હતી. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીમાં ચોકસી કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થિનીઓએ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ સહિતના સંદેશા લખેલી ટી-શર્ટ પહેરી દીકરીઓના શિક્ષણ અને સુરક્ષાનો સંદેશો આપ્યો હતો. રેલી દરમિયાન ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, ‘દીકરી-દીકરો એક સમાન’ અને ‘સ્ત્રી ભૃણ હત્યા અટકાવો’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લોકોને ગર્ભ પરીક્ષણ કરાવવું કાયદાકીય ગુનો છે તે અંગે પણ માહિતગાર કરાયા હતા. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓ પ્રત્યે સમાજની માનસિકતા બદલવાનો, લિંગભેદ દૂર કરવાનો અને સ્ત્રી ભૃણહત્યા જેવા દૂષણને અટકાવવાનો હતો. આ પ્રયાસ સમાજમાં દીકરી પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદરૂપ થશે. મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રેલીમાં જોડાયેલી વિદ્યાર્થિનીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. સેલના નોડલ ઓફિસર ડૉ. ડી.કે. ગૌસ્વામી અને આસીસ્ટન્ટ પ્રોફેસર યોગેશ કિંદરખેડીયાએ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રોય, મહિલા અને બાળ અધિકારી એમ.જી. વારરસુર, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર-વેરાવળ ડૉ. અવધેશ ચૌધરી સહિતના અધિકારીઓ, ચોકસી કોલેજની વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુમ મધ્યપ્રદેશની મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન:ટ્રેનમાં બેસી જામનગર આવી ચડી, સખી વન સ્ટોપ સેન્ટર અને 181 હેલ્પલાઇને મદદ કરી
    Next Article
    'અમે આતંકવાદી નથી, અમને વોશરૂમનો ઉપયોગ પણ કરવા ન દીધો':TET-1 પાસ ઉમેદવારોનો ગાંધીનગરમાં હલ્લાબોલ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment