Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગની રમત, જીવ સટોસટીનો ખેલ:દશામાઁની આગમન યાત્રામાં ફાયર સ્ટંટ કરતો યુવાન આગમાં લપેટાયો, સદભાગ્યે આબાદ બચાવ

    1 day ago

    વડોદરામાં 13 ઓગસ્ટથી શરૂ થતાં દશામાના વ્રત નિમિત્તે યોજાયેલી મૂર્તિ આગમન યાત્રામાં એક યુવક ફાયર સ્ટંટ કરવા જતાં અચાનક આગની લપેટમાં આવી ગયો હતો. યાત્રામાં હાજર લોકોએ તાત્કાલિક સમયસૂચકતા વાપરી આગ પર કાબૂ મેળવી લેતાં યુવકનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. શોભાયાત્રા દરમિયાન ફાયર સ્ટંટમાં અકસ્માત ન્યાયમંદિરથી ખંડેરાવ માર્કેટ તરફ જઈ રહેલી દશામાની ભવ્ય આગમન યાત્રામાં કેટલાક યુવાનો ઉત્સાહમાં આવીને આગ સાથે સ્ટંટ કરી રહ્યા હતા. સ્ટંટ દરમિયાન અચાનક ભડકો થતાં એક યુવાન અગ્નિની ચપેટમાં આવી ગયો હતો, જેના કારણે યાત્રામાં ક્ષણભર માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. લોકોની સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો યુવક આગમાં લપેટાતાં તેણે સ્વયં અને આસપાસના શ્રદ્ધાળુઓએ તાત્કાલિક દોડી આવીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોની સતર્કતા અને ઝડપી મદદના કારણે આગ પર તરત જ કાબૂ મેળવી લેવાયો હતો, જેથી યુવકને મોટી જાનહાનિમાંથી ઉગારી લેવાયો હતો. જાહેર અને ધાર્મિક પ્રસંગોમાં જોખમી સ્ટંટ સામે લાલબત્તી આ ઘટના બાદ શ્રદ્ધાળુઓમાં ભીડભાડવાળા ધાર્મિક પ્રસંગોમાં આવા જીવલેણ સ્ટંટની યોગ્યતા સામે પ્રશ્નો ઊભા થયા છે. ઉત્સવોમાં યુવાનો દ્વારા કરવામાં આવતા આવા જોખમી સાહસો પોતે અને અન્ય લોકો માટે પણ ઘાતક નિવડી શકે છે, જેથી આ કિસ્સો આયોજકો અને યુવાનો માટે એક ચેતવણી સમાન બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    બિહાર-ઝારખંડમાં વીજળી પડવાથી 10 લોકોનાં મોત:રાજસ્થાનમાં રસ્તાઓ પર પાણી ભરાયું, યુપી-છત્તીસગઢ સહિત 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
    Next Article
    ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી:મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે, છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં મેઘમહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment