Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કણભાના તમામ ફળિયા આરસીસી રોડ અને બ્લોક પેવીંગથી સજ્જ:ગામના યુવક અને યુવતી સૌ કોઇ ગામને સ્વચ્છ રાખવા માટે નિયમિત સફાઇ કરે છે‎

    1 day ago

    કણભા છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસ માર્ગે આગળ વધી રહ્યું છે. તાલુકા મથક બોરસદથી 20 કિલોમીટર અને જીલ્લા મથક આણંદથી 38 કિલોમીટરના અંતરે આવેલ ગામ કણભા ખુબ ભૌગોલિક રીતે વધુ ક્ષેત્રફળ ધરાવતા ગામમાં મોખરાનું ગામ છે. કણભા ગ્રામ પંચાયતના શાસન હેઠળ ગામમાં સમયાંતરે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં આવે છે. ગામમાં આર્થિક સમૃદ્ધિ ના હોવાથી માત્ર સરકારી ગ્રાન્ટની ફાળવણી આધારે જ જરૂરી વિકાસ કામોના લાભ માટે સરકાર પર જ નિર્ભર રહેવું પડે છે. જોકે છેલ્લા બે દાયકાથી કણભા ગામમાં ચુંટાયેલા લોકપ્રતિનિધિઓની જાગૃતતાને પગલે ગામમાં આરસીસી રોડ, પગદંડી રસ્તાઓ અને ખુલ્લા ચોગાનમાં બ્લોક વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થયેલ છે. ગામમાં પાણીની સુવિધા માટે વોટર વર્કસ કાર્યરત છે. ગામના લોકો સ્વચ્છતા જાળવવા માટે ખૂબ ધ્યાન આપે છે. ગામની ભાગોળે મોટું તળાવ છે. તળાવને કાંઠે વહેરાઈ માતાજીનુ મંદિર છે. મંદિરની પાસે વડલાના વિશાળ ઝાડની છાયામાં ગ્રામજનો હળવાશની પળો માણવા માટે અચુકપણે આવે છે. ગામમાં લગભગ ત્રણસોથી વધુ ઘર છે. ગામમાં એક નાનું બજાર છે. તેમાં જીવનજરૂરિયાતની બધી વસ્તુઓ મળે છે. ગામમાં એક પ્રાથમિક શાળા છે. જેમાં ઘણાં બાળકો ભણવા માટે આવે છે. ગામમાં વીજળીની અને વૉટરવર્કસની સગવડ છે. ગામમાં પટેલ, પઢીયાર પરમાર, ઠાકોર , સોલંકી, પ્રજાપતિ , બ્રાહ્મણ, પઠાણ, મલેક , વ્હોરા વાળંદ ,દેવીપૂજક, વણકર, વાલ્મિકી , રોહિત વગેરે જુદી જુદી જાતિના લોકો રહે છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામને સિંચાઈનો લાભ મળ્યો છે. એટલે ગામના ખેડૂતો વર્ષમાં ત્રણ વખત પાક ઉપજ મેળવી શકે છે. લોકો ખેતીવાડીની સાથે પશુપાલન પણ કરે છે. ગામના લોકો સ્વચ્છતા જાળવવા માટે ખૂબ ધ્યાન આપે છે. ગામમાં ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસ વ્યવસ્થા ગામમાં 7 પ્રાથમિક શાળા અને 6 આંગણવાડી આવેલી છે. ગામના બાળકોને બહાર અભ્યાસ કરવા જવુંના પડે તે માટે ગામમાં ધો 9 થી 12 સુધી માધ્યમિક સહિત ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે. તેમજ ગ્રામનો સારવાર માટે આરોગ્ય કેન્દ્ર સહિત ખાનગી દવાખાના સુવિધા છે. પરા વિસ્તારના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યાં છે, ગામનો મુખ્ય વ્યવસ્યા પશુપાલન હોવાથી આધુનિક સાધનો ધરાવતી દૂધ મંડળી આવેલી છે. તેમજ ગામમાં મહાદેવ મંદિર,મેલડી માતાનું મંદિર, રામદેવપીરનું મંદિર સહિત ધાર્મિક સ્થળો આવેલા છે. પરા વિસ્તારમાં પુરતી સુવિધા પુરી પાડવામાં આવશે ગામને જોડતા પરા વિસ્તારમાં ડામર રોડ, બ્લોક પેવીંગ સહિત પીવાના પાણી સુવિધા ઉભી કરાઇ છે. તેમજ ગામના લોકોને રોજગારી તકો મળે તે માટે ગૃહઉદ્યોગ સ્થાપવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરનાઆંગણેથી સેવાકીય પહેલ‎:AIના માધ્યમથી હવે લોકોને મળશે ફક્ત 1 કલાકમાં બ્લડ
    Next Article
    બ્લડબેંકો પર FDAની લગામ:રાજ્યના રક્તધોરણમાં ફરિયાદનો હવે અધિકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment