Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લડબેંકો પર FDAની લગામ:રાજ્યના રક્તધોરણમાં ફરિયાદનો હવે અધિકાર

    1 day ago

    જે.જે. મહાનગર બ્લડબેંક સહિત રાજ્યની વિવિધ બ્લડબેંક અને રક્તસંકલન કેન્દ્રોમાં ગરબડની અન્ન અને ઔષધ પ્રશાસને ગંભીર નોંધ લીધી છે. રાજ્યના તમામ બ્લડબેંકો માટે નવા રક્તધોરણ અંતર્ગત કઠોર નિર્દેશ લાગુ કરવામાં આવશે. રક્તદાન શિબિરના આયોજકો માટે પણ સ્વતંત્ર ધોરણ નિશ્ચિત કરવામાં આવ્યું છે. યોગ્ય કારણ વિના લોહી ઉપલબ્ધ કરી ન આપવું, કારણ વિના લોહી માટે નકાર આપવો, બ્લડબેંકમાં ગરબડ ટાળવી અથવા દર્દીની આર્થિક છેતરપિંડી થવી જેવી ઘટનાઓ બાબતે હવે સામાન્ય નાગરિકો સીધા એફડીએને ફરિયાદ કરી શકશે. ફરિયાદની નોંધ કરીને સંબંધિત બ્લડબેંક પર દંડાત્મક કાર્યવાહી કરવાથી લઈને લાયસંસ રદ કરવા સુધી પગલાં ભરવામાં આવશે. નવા ધોરણ અનુસાર રક્તદાન શિબિરમાં કેટલા યુનિટ લોહી ભેગુ થયું, એના પર આગળની પ્રક્રિયા કેવી રીતે થઈ, લોહીનું વિતરણ ક્યાં થયું અને એનો ઉપયોગ કેવી રીતે થયો એની સંપૂર્ણ માહિતી રાજ્ય રક્ત સંક્રમણ પરિષદ સહિત એફડીએને પણ આપવી ફરજિયાત રહેશે. તેથી લોહી ભેગુ કરવાથી લઈને લોહીના વિતરણ સુધીની આખી સાંકળ તપાસની કક્ષામાં આવશે. હવેથી રક્તદાન શિબિરનું આયોજન ક્યાંય પણ, કોઈ પણ પદ્ધતિથી કરી શકાશે નહીં. આયોજકોએ બંધ, સુરક્ષિત અને સ્વચ્છ જગ્યા તેમ જ તબીબી સુવિધા, ઔષધોપચાર, એમ્બ્યુલન્સ, રક્ત સંક્રમણ અધિકારી, પ્રશિક્ષિત તબીબી કર્મચારી અને ડોકટરોની ઉપસ્થિતિમાં જ રક્તદાન શિબિરનું આયોજન કરવાનું રહેશે. બ્લડબેંકો માટે કઠોર ધોરણ લોહી ભેગુ કર્યા પછી લોહી પર પ્રક્રિયા અને રક્તઘટકોનું વિલગીકરણ નિર્ધારિત સમયમાં કરવું જરૂરી રહેશે. કોલ્ડચેઈન, પ્લાઝમા છૂટા પાડવાની સુવિધા, સ્વચ્છતા, જરૂરી તબીબી સામગ્રી અને પ્રશિક્ષિત મનુષ્યબળના ધોરણનું પાલન કરવાનું રહેશે. રાષ્ટ્રીય રક્ત સંક્રમણ પરિષદ, નેકો તેમ જ ઔષધ અને સૌંદર્યપ્રસાધન કાયદો 1940ની જોગવાઈઓનું ચુસ્તતાથી પાલન કરવું ફરજિયાત રહેશે.
    Click here to Read More
    Previous Article
    કણભાના તમામ ફળિયા આરસીસી રોડ અને બ્લોક પેવીંગથી સજ્જ:ગામના યુવક અને યુવતી સૌ કોઇ ગામને સ્વચ્છ રાખવા માટે નિયમિત સફાઇ કરે છે‎
    Next Article
    સિટી એન્કર:32 હજાર કરોડના ભંડોળમાંથી નાશિકનો કુંભ ભવ્ય-દિવ્ય થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment