Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરનાઆંગણેથી સેવાકીય પહેલ‎:AIના માધ્યમથી હવે લોકોને મળશે ફક્ત 1 કલાકમાં બ્લડ

    10 hours ago

    ઇમરજન્સીમાં બ્લડ ડોનર શોધવામાં થતો વિલંબ, યુવાનો માટે રોજગારની અનિશ્ચિતતા અને ઉદ્યોગકારોને યોગ્ય કર્મચારી ન મળવાની સમસ્યા જેવા ત્રણ મોટા પડકારોનો ટેક્નોલોજીના માધ્યમથી ઉકેલ લાવવાના પ્રયાસરૂપે રોટરી ક્લબ ઓફ ઇમેજીકા દ્વારા બે મહત્વાકાંક્ષી સમાજસેવા પ્રોજેક્ટની પ્રી-લૉન્ચિંગ બેઠક યોજાઈ હતી. તેમાં રોટરી બ્લડ સેવા અને રોટરી રોજગાર પ્રોજેક્ટના ટેસ્ટિંગ, આયોજન અને અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી. આ પહેલ હેઠળ બ્લડની જરૂરિયાત સમયે ઉપયોગ માટે એક વિશેષ મોબાઇલ નંબર જાહેર કરવામાં આવશે. જરૂરિયાતમંદ વ્યક્તિ તે નંબર પર માત્ર મેસેજ કરશે, ત્યારબાદ સિસ્ટમ રજિસ્ટર્ડ બ્લડ ડોનર્સ સુધી માહિતી પહોંચાડશે અને શક્ય તેટલા ઓછા સમયમાં ડોનર સાથે સંપર્ક કરાવવાનો પ્રયાસ થશે. આયોજકોનો દાવો છે કે એક કલાકની અંદર મદદ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બીજી તરફ, રોટરી રોજગાર પ્રોજેક્ટ દ્વારા યુવાનોને નિઃશુલ્ક AI આધારિત તાલીમ આપી રોજગાર માટે તૈયાર કરવામાં આવશે. સાથે જ ઉદ્યોગકારોને યોગ્ય ઉમેદવારો પસંદ કરવામાં સહાય મળી રહે, જેથી ભરતી પ્રક્રિયામાં સમય, ટ્રેનિંગ ખર્ચ અને માનવશક્તિની બચત થઈ શકે. આદ્યુનિક ટેકનોલોજી સમાજ માટે વિવિધ સેવાકીય સુવિધાઓના પણ સ્ત્રોત ખોલી રહી છે. ક્લબના 40 સભ્યો-જીજીની બ્લડ બેન્કની ટીમ સક્રિય‎ આ સમગ્ર પ્રોજેક્ટના વિકાસમાં રોટરી ક્લબ ઓફ ઇમેજીકાના આશરે 40 સભ્યો તેમજ જીજી બ્લડ બેન્કની‎ટીમે પણ સક્રિય સહયોગ આપ્યો છે. બંને પ્રોજેક્ટ પર દોઢ વર્ષ કી સભ્ય કામ કરી રહ્યા છે.‎ ઓગસ્ટ મહિનામાં આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે ઓગસ્ટ મહિનામાં આ પ્રોજેક્ટનો પાયલોટ તબક્કો જામનગરમાં શરૂ કરવામાં આવશે. જો તેનું પરિણામ સફળ રહેશે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાત અને ત્યારબાદ દેશભરમાં આ મોડેલને અમલમાં મૂકવાની યોજના છે.
    Click here to Read More
    Previous Article
    કુલ 9 કેસમાં 6 કેસની ચાર્જશીટ કરીને 31 આરોપીની ધરપકડ:જામનગર સાયબર ક્રાઈમને સફળતા, 3 વર્ષમાં 86 દબોચાયા, સાયબર ફ્રોડ ઘટીને 3.53 કરોડે પહોંચ્યું
    Next Article
    કણભાના તમામ ફળિયા આરસીસી રોડ અને બ્લોક પેવીંગથી સજ્જ:ગામના યુવક અને યુવતી સૌ કોઇ ગામને સ્વચ્છ રાખવા માટે નિયમિત સફાઇ કરે છે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment