Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળીપાટ નજીક ગોઝારો અકસ્માત:ટ્રક સાથેની જોરદાર ટક્કરમાં સ્વિફ્ટનો કચ્ચરઘાણ, ફાયર બ્રિગેડે હાઈડ્રોલિક સ્પ્રેડર અને રસા વડે પતરાં ચીરીને મૃતદેહ બહાર કાઢ્યો

    15 hours ago

    રાજકોટના ન્યૂ ગોંડલ રિંગ રોડ-2 પર, કાળીપાટ ગામથી આગળ લાપસરી-વડાળી ચોકડી વચ્ચે ગઈકાલે સાંજે હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરને કારણે કારનો ભૂકો બોલી ગયો હતો અને તેમાં સવાર એક 27 વર્ષીય આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનો મૃતદેહ કારના કાટમાળમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને રસા અને હાઇડ્રોલિક સ્પ્રેડરની મદદ લેવી પડી હતી. સ્વિફ્ટ કારનો આગળનો આખો ભાગ ટ્રકની નીચે ઘૂસી ગયો પ્રાપ્ત વિગતો મુજબ ગત સાંજનાં આશરે પોણા છ વાગ્યાની આસપાસ કાળીપાટ નજીક મારુતિ સ્વિફ્ટ કાર (નંબર GJ-03-ML-5194) અને અશોક લેલેન્ડ ટ્રક (નંબર GJ-03-BW-6129) વચ્ચે કોઈ કારણોસર ભયંકર અકસ્માત સર્જાયો હતો. સામસામે થયેલી આ અકસ્માતમાં નાનકડી સ્વિફ્ટ કારનો આગળનો આખો ભાગ ટ્રકની નીચે ઘૂસી ગયો હોય તેમ કચડાઈ ગયો હતો, જેના કારણે કારનો સાવ બુકડો બોલી ગયો હતો. અકસ્માત સમયે સ્વિફ્ટ કાર ચલાવી રહેલા રાજકોટના ગ્રીન પાર્ક-3, કોઠારીયા રોડ ખાતે રહેતા 27 વર્ષીય જયદીપભાઈ ભરતભાઈ વેકરીયા કારના કાટમાળમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ફાયર ઓફિસરો અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અકસ્માતની ભયાનકતા અને કારના નબળા પડેલા પતરાં જોતાં આસપાસના લોકો માટે તેમને બહાર કાઢવું અશક્ય હતું. આ બનાવની જાણ થતાં જ રાજકોટ ફાયર બ્રિગેડના મુખ્ય કંટ્રોલ રૂમ દ્વારા બેડીપરા ફાયર સ્ટેશનને તાત્કાલિક મેસેજ આપવામાં આવ્યો હતો. આ મેસેજ મળતા જ સાંજે 5:46 વાગ્યે બેડીપરા ફાયર સ્ટેશનની એક ઇમરજન્સી ટેન્ડર ગાડી (નંબર GJ-31-1792) અને બીજી સ્ટાફ વાહન (નંબર 1995) સાથે ફાયર ઓફિસરો અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે સ્થિતિની ગંભીરતા સમજીને તુરંત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. કારના પતરાં ચીરીને અને રસાની મદદથી કારનો કાટમાળ ખસેડ્યો અકસ્માતને કારણે સ્વિફ્ટ કારના પતરાં એ રીતે વળી ગયા હતા કે, જયદીપભાઈ વેકરીયા કારના પાયલોટ સીટના ભાગે દબાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે ફાયરની ટીમ દ્વારા આધુનિક સાધન 'હાઈડ્રોલિક સ્પ્રેડર'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાધનની મદદથી કારના વળેલા પતરાંને એકબીજાથી અલગ કરી જગ્યા બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, કારના દરવાજા અને સીટના ભાગને દૂર કરવા માટે રસાનો ઉપયોગ કરીને પણ જોર લગાવવામાં આવ્યું હતું અને આશરે એકાદ કલાકની જેહમત બાદ હાઈડ્રોલિક સ્પ્રેડર વડે કારના પતરાં ચીરીને અને રસાની મદદથી કારનો કાટમાળ ખસેડીને, ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને ફસાયેલા જયદીપભાઈ વેકરીયાને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. જોકે, અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પરિવારજનો અને સ્નેહીજનોમાં ભારે શોક ફેલાયો ત્યારબાદ, ત્યાં હાજર પોલીસ અને એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન, ઘટનાસ્થળે પહોંચેલા આજી ડેમ પોલીસ મથકના પી.એસ.આઈ. વી.જી. ડોડિયા સહિતના પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને અકસ્માતની નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનોને કારણે માર્ગ પર સર્જાયેલ ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારો રીતે ચાલુ કરાવ્યો હતો. જોકે, માત્ર 27 વર્ષની વયે પૂરા પરિવારના આશાસ્પદ યુવાન જયદીપભાઈનું અચાનક મોત થતાં પરિવારજનો અને સ્નેહીજનોમાં ભારે શોક ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    હાપા યાર્ડમાં ચોમાસામાં પાણી નહીં ભરાય:રાજકોટ ડિવિઝન દ્વારા સમસ્યાનાં કાયમી ઉકેલ માટે 84.5 મીટર લાંબા બ્રીજનું નિર્માણ કરાયું, વર્ષો જૂની મુશ્કેલીનો આવ્યો અંત
    Next Article
    865 ગ્રામ અફીણ સાથે એક શખ્સ ઝડપાયો:પાટણના ઉનરોટ ગામે પોલીસે દરોડો પાડ્યો, 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment