Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    865 ગ્રામ અફીણ સાથે એક શખ્સ ઝડપાયો:પાટણના ઉનરોટ ગામે પોલીસે દરોડો પાડ્યો, 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઉનરોટ (ડાભી) ગામે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF), બોર્ડર ઝોન ભુજની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન એક ઘરના કબાટમાંથી ગેરકાયદેસર અફીણનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી રામા ભાણજી જોષીના કબજામાંથી 865 ગ્રામ અફીણ, મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ 4,35,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે તેમને બાતમી મળી હતી કે, ઉનરોટ ગામનો એક રહેવાસી પોતાના મકાનમાં અફીણનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે, સરકારી પંચો અને પોલીસ કાફલા સાથે સંબંધિત મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, ઘરમાં આવેલી રસોડાની જગ્યામાંથી કબાટની બાજુમાં રાખેલા એક ડબ્બામાંથી અફીણની ગોળીઓ અને જથ્થો મળી આવ્યો હતો. બનાવ સ્થળે એફ.એસ.એલ. અધિકારીને બોલાવીને પ્રાથમિક ચકાસણી કરાવવામાં આવી હતી, જેમાં તે માદક પદાર્થ ઓપીયમ આલ્કલોઈડ હોવાનું સ્પષ્ટ થયું હતું. તોલમાપના વેપારીને બોલાવીને મળેલા જથ્થાનું વજન કરાવતા તે 865 ગ્રામ હોવાનું માલૂમ પડ્યું હતું. આ અફીણની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 4,32,500 રૂપિયા ગણવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી અફીણ ઉપરાંત 3,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન, આધારકાર્ડની ઝેરોક્ષ અને લાઈટબિલ પણ કબજે લીધા છે. પોલીસે આરોપી સામે નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ વારાહી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કાળીપાટ નજીક ગોઝારો અકસ્માત:ટ્રક સાથેની જોરદાર ટક્કરમાં સ્વિફ્ટનો કચ્ચરઘાણ, ફાયર બ્રિગેડે હાઈડ્રોલિક સ્પ્રેડર અને રસા વડે પતરાં ચીરીને મૃતદેહ બહાર કાઢ્યો
    Next Article
    બોટાદ LCBએ વાહનચોરને ઝડપ્યો:ચોરીના ₹1.60 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment