Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ LCBએ વાહનચોરને ઝડપ્યો:ચોરીના ₹1.60 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

    10 hours ago

    બોટાદ LCB પોલીસે વાહનચોરીના એક કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ચોરી કરેલો છકડો રીક્ષા અને ખેતીમાં વપરાતું સનેડો મળી કુલ ₹1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાળંગપુરમાંથી બોટાદના ખસ ગામના મહાવીરસિંહ ચંદ્રસિંહ ચાવડાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપી મહાવીરસિંહે છકડો રિક્ષા તેમજ ગઢડાના મેઘવડિયા રોડ પર આવેલી એક વાડીમાંથી સનેડો ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી. હાલ LCB પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તે અન્ય કોઈ વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    865 ગ્રામ અફીણ સાથે એક શખ્સ ઝડપાયો:પાટણના ઉનરોટ ગામે પોલીસે દરોડો પાડ્યો, 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ગોધરાના ગણેશ મંદિરે સંકટહર ચતુર્થી પર યજ્ઞ:હજારો ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment