Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના ગણેશ મંદિરે સંકટહર ચતુર્થી પર યજ્ઞ:હજારો ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો

    9 hours ago

    ગોધરાના દાહોદ રોડ પર આવેલા શ્રી ગણેશ મંદિરમાં આજે સંકટહર ચતુર્થી નિમિત્તે વિશેષ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગણેશ ભક્તો દર્શન અને યાગનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. સમગ્ર પંચમહાલ જિલ્લામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણેશ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હોમ-હવન અને મંત્રોચ્ચારથી મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું. ભક્તોએ વિઘ્નહર્તા શ્રી ગણેશજીના ચરણોમાં શીશ નમાવી પોતાના સંકટો દૂર થાય અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. સંકટ ચતુર્થીના આ પાવન દિવસે ગણેશજીની પ્રતિમાને મનમોહક શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને આયોજકો દ્વારા દર્શન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યાગની પૂર્ણાહુતિ બાદ મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું, જેમાં હજારો ગણેશ ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    બોટાદ LCBએ વાહનચોરને ઝડપ્યો:ચોરીના ₹1.60 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
    Next Article
    Abhijeet Dipke ने PM Modi से उनकी Reels को लेकर कर दी ये मांग, माफी वाली Video पर कसा तंज | Ruchika

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment