Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાપા યાર્ડમાં ચોમાસામાં પાણી નહીં ભરાય:રાજકોટ ડિવિઝન દ્વારા સમસ્યાનાં કાયમી ઉકેલ માટે 84.5 મીટર લાંબા બ્રીજનું નિર્માણ કરાયું, વર્ષો જૂની મુશ્કેલીનો આવ્યો અંત

    12 घंटे पहले

    રાજકોટ ડિવિઝન હેઠળ આવતા હાપા યાર્ડમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા ચોમાસાની ઋતુમાં ટ્રેનોનું સંચાલન સંપૂર્ણપણે સુચારુ અને ભયમુક્ત રહે તે માટે દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં રાજકોટ ડિવિઝને એક મોટો ભગીરથ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડીને રેલ યાત્રીઓ અને સામાન્ય જનતા માટે એક વિશાળ સુવિધાનું નિર્માણ કર્યું છે. જે અંતર્ગત કોઈપણ ખાસ બ્લોક લીધા વિના હાપા યાર્ડમાં 84.5 મીટર લાંબા બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રીજનાં કારણે હવે હાપા યાર્ડમાં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બની છે. છેલ્લા કેટલાક વર્ષોના અનુભવો અને આંકડાઓ દર્શાવે છે કે અતિ ભારે વરસાદ દરમિયાન હાપા યાર્ડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાતી હતી. યાર્ડમાં જળભરાવ થવાના કારણે ટ્રેનોના સમયસર સંચાલન પર નકારાત્મક અસર પડવાની તેમજ રેલ વાહનવ્યવહાર સ્થગિત થવાની ગંભીર આશંકાઓ સતત રહેતી હતી. આ પરિસ્થિતિને કારણે અસંખ્ય મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને રેલવે તંત્ર માટે પણ સંચાલન એક મોટો પડકાર બની જતું હતું. આ વિકટ સમસ્યાના કાયમી અને જડમૂળથી ઉકેલ માટે રાજકોટ ડિવિઝન દ્વારા હાપા યાર્ડમાં 84.5 મીટર લાંબા વધારાના લઘુ રેલ બ્રીજનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું, જે હવે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન હાપા યાર્ડમાં સર્જાતી પાણી ભરાવાની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે ડિવિઝન દ્વારા આ દૂરંદેશીભર્યો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ખાસ યોજના અંતર્ગત યાર્ડની કુલ 5 રેલ લાઈનો પર 84.5 મીટરની લંબાઈ ધરાવતો વધારાનો લઘુ રેલ પુલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પુલના નિર્માણના પરિણામે હવે મુસળધાર વરસાદ દરમિયાન પણ પાણીનો સડસડાટ નિકાલ થઈ શકશે. વરસાદી પાણી ભરાવાની આટલી મોટી સમસ્યા ઉકેલાઈ જવાથી ચોમાસાની ઋતુમાં પણ ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત, સમયબદ્ધ અને સુચારુ બનશે, જેનો સીધો અને સરાહનીય લાભ તમામ મુસાફરોને પ્રાપ્ત થશે. આ સમગ્ર નિર્માણ પ્રોજેક્ટની સૌથી મોટી વિશિષ્ટતા અને સિદ્ધિ એ રહી કે તેનું આયોજન અત્યંત સુક્ષ્મ અને કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આવા મોટા માળખાકીય કામો માટે લાંબા સમય સુધી ટ્રાફિક બ્લોક લેવો પડે છે, જેનાથી ટ્રેનોના સમયપત્રક પર અસર પડે છે અને મુસાફરોને અસુવિધા ભોગવવી પડે છે. પરંતુ રાજકોટ ડિવિઝનના ઇજનેરો અને અધિકારીઓએ અસાધારણ કાર્યક્ષમતા દર્શાવીને આ કામ માટે અલગથી કોઈ નવો ટ્રાફિક બ્લોક લીધો નથી. અગાઉથી ચાલી રહેલા ડબલિંગ કામગીરી દરમિયાન જે ટ્રાફિક બ્લોક્સ ઉપલબ્ધ હતા, તેનો જ ઉત્કૃષ્ટ અને સુઆયોજિત ઉપયોગ કરીને આ 84.5 મીટર લાંબા લઘુ રેલ પુલનું નિર્માણ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યુ હતું કે, રેલવે વિભાગ માટે તમામ મુસાફરોની સુરક્ષા, ઉત્તમ સુવિધા અને સમયસર રેલ સેવાઓ પૂરી પાડવી એ હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. હાપા યાર્ડમાં વધારાના લઘુ રેલ પુલનું નિર્માણ કરવું એ પણ ચોમાસા દરમિયાન ટ્રેનોના સુરક્ષિત, સતત અને અવરોધરહિત સંચાલનને સુનિશ્ચિત કરવાની દિશામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ માળખાકીય પહલ છે. આ પુલ કાર્યરત થવાથી પાણી ભરાવાની જૂની સમસ્યામાં અસરકારક ઘટાડો થશે. સાથોસાથ, રેલ સંચાલનની વિશ્વસનીયતા અને કામગીરીની ક્ષમતા વધુ મજબૂત બનશે, જેનાથી મુસાફરોને બહેતર અને વધુ વિશ્વસનીય રેલ સેવાઓનો લાભ મળતો થશે. રાજકોટ ડિવિઝન ભવિષ્યમાં પણ આધુનિક ટેકનોલોજી, કાર્યક્ષમ આયોજન અને મજબૂત રેલ માળખાના માધ્યમથી યાત્રીઓની સુવિધાઓ અને રેલ સંચાલનને સતત શક્તિશાળી બનાવવા માટે પૂર્ણપણે કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    બરવાળામાં ખેતરોમાં છાતીસમાણા પાણી:બોટાદ રોડ પર ખાળિયામાં પુરાણથી ખેડૂતોને નુકસાન, તબાહીના વીડિયો આવ્યા સામે
    Next Article
    કાળીપાટ નજીક ગોઝારો અકસ્માત:ટ્રક સાથેની જોરદાર ટક્કરમાં સ્વિફ્ટનો કચ્ચરઘાણ, ફાયર બ્રિગેડે હાઈડ્રોલિક સ્પ્રેડર અને રસા વડે પતરાં ચીરીને મૃતદેહ બહાર કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment