Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ભારે વરસાદથી ઝીંગા તળાવો ઉભરાયા:વેપારીઓને કરોડોનું નુકસાન; દાંડી દરિયા કિનારે તણાયેલા ઝીંગા પકડવા સ્થાનિકો જાળીઓ લઈ ઉમટી પડ્યા

    2 days ago

    નવસારી જિલ્લાના દાંડી દરિયા કિનારે ભારે વરસાદને કારણે અનોખી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસ સહિત જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે દરિયા કિનારે આવેલા ઝીંગા તળાવો ઉભરાઈ ગયા છે. આનાથી ઝીંગા ઉદ્યોગને કરોડો રૂપિયાનો ફટકો પડ્યો છે, જ્યારે બીજી તરફ સ્થાનિકો માટે તણાયેલા ઝીંગા પકડીને કમાણી કરવાનો અવસર ઊભો થયો છે. વરસાદી પૂરના પાણીના પ્રવાહને કારણે દાંડીના દરિયા કિનારે આવેલા ઝીંગાના તળાવો ઓવરફ્લો થઈ ગયા હતા. તળાવો તૂટવા અને ઉભરાવાને કારણે મોટી સંખ્યામાં ઝીંગા પાણી સાથે તણાઈને દરિયામાં પહોંચી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો જાળીઓ અને અન્ય સાધનો સાથે દાંડીના દરિયા કિનારે ઉમટી પડ્યા હતા. લોકો દરિયાના પાણીમાંથી ઝીંગા પકડીને પોતાના ઘરના વપરાશ માટે તેમજ બજારમાં વેચીને આર્થિક લાભ મેળવી રહ્યા છે. બીજી તરફ, ઝીંગા તળાવના માલિકો અને ઉછેરકો માટે આ પૂર મોટી આફત બની છે. મહિનાઓની મહેનત અને લાખો રૂપિયાનું રોકાણ પાણીમાં વહી જતાં તેમને ભારે નુકસાન થયું છે. તળાવોમાંથી ઝીંગા તણાઈ જવા ઉપરાંત તળાવોના બંધિયાર માળખાને પણ નુકસાન પહોંચ્યું છે, જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનો સીધો ફટકો પડ્યો છે. નોંધનીય છે કે, નવસારી જિલ્લો ઝીંગા ઉછેર અને નિકાસ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે જાણીતો છે. અહીંનો ઝીંગા ઉદ્યોગ વાર્ષિક 500 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવે છે. અહીં ઉછેરવામાં આવતા ઝીંગાની ગુણવત્તા ઉત્તમ માનવામાં આવે છે. આ ઉચ્ચ ગુણવત્તાના કારણે જ નવસારીથી મોટા પ્રમાણમાં ઝીંગા ચીન, અમેરિકા, જાપાન અને આફ્રિકા સહિતના અનેક દેશોમાં નિકાસ થાય છે. જોકે, ચાલુ વર્ષે ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ આ ધમધમતા ઉદ્યોગને મોટો ફટકો પહોંચાડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણ પૂર્વે મોરારિબાપુએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું:જળાભિષેક સાથે સર્વજન સુખાયની પ્રાર્થના, અન્નક્ષેત્રમાં લીધો પ્રસાદ
    Next Article
    ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો:પંચમહાલ પોલીસ અને એ.કે. હોસ્પિટલ દ્વારા સંયુક્ત આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment