Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણ પૂર્વે મોરારિબાપુએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું:જળાભિષેક સાથે સર્વજન સુખાયની પ્રાર્થના, અન્નક્ષેત્રમાં લીધો પ્રસાદ

    2 days ago

    શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે પ્રખર રામાયણી પૂજ્ય મોરારીબાપુએ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે જળાભિષેક, દર્શન અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને મહાદેવની વિશેષ તસવીર અર્પણ કરાઈ હતી. બાપુએ વિશ્વ કલ્યાણ અને "સર્વજન સુખાય" માટે પ્રાર્થના કરી હતી. મહાદેવના દર્શન બાદ, મોરારીબાપુ દર વર્ષની પરંપરા મુજબ પૂજ્ય ડોંગરેજી મહારાજ સંચાલિત અન્નક્ષેત્ર પહોંચ્યા હતા. તેમણે સામાન્ય ભક્તોની વચ્ચે બેસીને સ્વહસ્તે ભોજનની થાળી લઈ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તેમની આ સાદગીએ ઉપસ્થિત ભક્તોને પ્રભાવિત કર્યા હતા. ત્યારબાદ મોરારીબાપુ શ્રી સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજની બ્રહ્મપુરી ખાતે પહોંચ્યા. તેમણે દક્ષિણ ભારતના ભુદેવો દ્વારા ચાલી રહેલા વિશેષ વૈદિક યજ્ઞના દર્શન કર્યા. ઉપપ્રમુખ જયવર્ધન જાની સહિત ટ્રસ્ટી મંડળે બાપુનું સ્વાગત અને સન્માન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મોરારીબાપુએ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા મહિલા સશક્તિકરણના 'વસ્ત્ર પ્રસાદ' સેવાયજ્ઞની મુલાકાત લીધી. તેમણે ગ્રામ્ય સખીમંડળ અને સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા તૈયાર કરાયેલા ઝભ્ભા, તોરણ, ચાકડા, ટોડલા, આસન સહિતની કલાત્મક કૃતિઓનું નિદર્શન કર્યું. બાપુએ આ કાર્યને ભક્તિ, સેવા અને આત્મનિર્ભરતાનો ઉત્તમ સમન્વય ગણાવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ ગ્રામ્ય મહિલાઓને સીવણ અને હસ્તકલાની તાલીમ આપી સિલાઈ મશીન તથા જરૂરી સાધનો પૂરા પાડે છે. મહાદેવને અર્પણ થતા પવિત્ર વસ્ત્રોમાંથી 'વસ્ત્ર પ્રસાદ' તૈયાર થાય છે. અત્યાર સુધીમાં આશરે ૨૧ હજાર વસ્ત્ર પ્રસાદોનું વિનામૂલ્યે વિતરણ વૃદ્ધાશ્રમો, દિવ્યાંગગૃહો અને ટ્રાઈબલ વિસ્તારોમાં કરાયું છે. યાત્રીઓ માટે સોવેનિયર કાઉન્ટર અને ઓનલાઈન વેચાણની પણ વ્યવસ્થા છે. તાલીમ પામેલી બહેનોએ અત્યાર સુધીમાં 500થી વધુ ઝભ્ભા અને લગભગ 5 હજાર કલાત્મક ગૃહસુશોભન સામગ્રી તૈયાર કરી છે. મોરારીબાપુએ આ પહેલને મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ ગણાવી ટ્રસ્ટ અને બહેનોના સેવાયજ્ઞને સાધુવાદ અર્પણ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખાડીપૂરથી ત્રીજીવાર ડૂબ્યું સુરત:મોત પહેલાં મૂકેલું સ્ટેટસ વાઇરલ, વડોદરામાં માણસો ઘરમાં પૂરાયા ને મગર ફરવા નીકળ્યા; પત્નીને બચકા ભરી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ
    Next Article
    નવસારીમાં ભારે વરસાદથી ઝીંગા તળાવો ઉભરાયા:વેપારીઓને કરોડોનું નુકસાન; દાંડી દરિયા કિનારે તણાયેલા ઝીંગા પકડવા સ્થાનિકો જાળીઓ લઈ ઉમટી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment