Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો:પંચમહાલ પોલીસ અને એ.કે. હોસ્પિટલ દ્વારા સંયુક્ત આયોજન

    2 days ago

    પંચમહાલ પોલીસ અને એકે મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તાલીમાર્થીઓના સ્વાસ્થ્યની જાળવણી કરવાનો હતો. આ મેડિકલ કેમ્પનો પ્રારંભ પોલીસ અધિક્ષક બી. એલ. દેસાઈના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન એકે મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે ઉપસ્થિત રહીને પોલીસ પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની તપાસ કરી હતી અને જરૂરી તબીબી સલાહ-સૂચનો આપ્યા હતા. પંચમહાલ જિલ્લાના વિવિધ પોલીસ મથકો તથા અલગ-અલગ શાખાઓના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના આરોગ્યની તપાસણી કરાવી હતી. આ ઉપરાંત, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાલીમ મેળવી રહેલા તાલીમાર્થીઓએ પણ સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે એકે મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના સંચાલક ફિરદોષ કોઠી પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ભારે વરસાદથી ઝીંગા તળાવો ઉભરાયા:વેપારીઓને કરોડોનું નુકસાન; દાંડી દરિયા કિનારે તણાયેલા ઝીંગા પકડવા સ્થાનિકો જાળીઓ લઈ ઉમટી પડ્યા
    Next Article
    'ઉછીના આપેલા માંગુ તો કહે,પૈસા ના હોય તો મરી જવાય':સુરતમાં મિત્રોની ધમકીથી કંટાળી વેપારીનો આપઘાત, ફ્રેન્ડશિપ ડેના દિવસે ત્રણ દગાખોર મિત્રની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment