Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેટકો કેશોદના કર્મચારી પરિવારે સોમનાથમાં સામૂહિક ધ્વજારોહણ કર્યું:સર્વજન સુખાકારી અને દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી

    2 days ago

    ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) કેશોદ ડિવિઝનના કર્મચારી પરિવારે પ્રથમવાર સોમનાથ મહાદેવ મંદિરમાં સામૂહિક ધ્વજારોહણ કર્યું હતું. આ આયોજન સર્વજન સુખાકારી અને દેશના કલ્યાણની ભાવના સાથે કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ તેમના પરિવારજનો સાથે સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ધ્વજા પૂજા યોજાઈ હતી. જેટકોના કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ભક્તિભાવપૂર્વક આ પૂજામાં ભાગ લીધો હતો. ધ્વજા પૂજા દરમિયાન ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે સોમનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરવામાં આવી હતી. 'હર હર મહાદેવ'ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કર્મચારીઓએ પોતાના પરિવાર સાથે ભગવાન સોમનાથના દર્શન કરી સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ઉપપ્રમુખ અશ્વિનભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, જેટકો કેશોદ ડિવિઝનના કર્મચારી પરિવાર દ્વારા પ્રથમવાર સોમનાથ મહાદેવને સામૂહિક રીતે ધ્વજારોહણનું આયોજન કરાયું છે. તેમણે ઉમેર્યું કે, દેવાધિદેવ સોમનાથ મહાદેવને સંપૂર્ણ આધ્યાત્મિક ભાવના સાથે ધ્વજા અર્પણ કરીને સમગ્ર કર્મચારી પરિવાર પોતાને ધન્ય અનુભવી રહ્યો છે. આ ધાર્મિક આયોજનથી કર્મચારીઓમાં એકતા, ભક્તિભાવ અને આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો હતો. સામૂહિક ધ્વજારોહણ બાદ કર્મચારીઓ અને પરિવારજનોએ સોમનાથ મહાદેવના દર્શન કરી આ યાત્રાને યાદગાર બનાવી હતી.
    Click here to Read More
    Previous Article
    એક કરતાં વધુ આવાસ લેનારની ખેર નથી:મનપાએ બનાવ્યો નવો સૉફ્ટવેર, ચૂંટણીકાર્ડ કે આધારકાર્ડ નંબર નાખતા જ ગેરરીતિ કરનાર ઝડપાશે, ટેસ્ટિંગમાં ત્રણ પકડાયા
    Next Article
    ગણદેવીમાં નદીઓના પૂરથી બાગાયતી ખેતીને મોટો ફટકો:આંબા, ચીકુ, કેળ સહિતમાં ભારે નુકસાન, કેટલીક વાડીઓમાં વૃક્ષો મૂળમાંથી ઉખડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment