Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવીમાં નદીઓના પૂરથી બાગાયતી ખેતીને મોટો ફટકો:આંબા, ચીકુ, કેળ સહિતમાં ભારે નુકસાન, કેટલીક વાડીઓમાં વૃક્ષો મૂળમાંથી ઉખડ્યા

    2 days ago

    નવસારી જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે એક અઠવાડિયામાં બીજી વાર આવેલા પૂરે ખેડૂતોની કમર તોડી નાખી છે. અંબિકા, કાવેરી, ખરેરા અને પૂર્ણા નદીઓમાં 56 વર્ષનો રેકોર્ડ તોડતું ઘોડાપૂર આવતા નદીકાંઠાના ગામોમાં ભારે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને બાગાયતી ખેતી માટે 'નંદનવન' ગણાતા ગણદેવી તાલુકામાં પૂરના ધસમસતા પ્રવાહમાં આંબા, ચીકુ, કેળ અને પપૈયાની વાડીઓ ધોવાઈ ગઈ છે. સોનવાડી ગામમાં પૂરના પ્રવાહને કારણે અનેક વાડીઓમાં વૃક્ષો મૂળસોતા ઉખડીને તણાઈ ગયા છે. આ કારણે ખેડૂતોને નવેસરથી વાડીઓ તૈયાર કરવામાં વર્ષો લાગી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. પૂરના પાણી ખેતરો અને વાડીઓમાં ફરી વળતા જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. સોનવાડીના સ્થાનિક ખેડૂત રાકેશ નાયકની 700 કેળ પર તૈયાર થયેલો કેળાનો પાક પૂરના પાણીમાં વહી ગયો છે. આ ઉપરાંત, તેમની વાડીમાંથી દોઢ ફૂટ જેટલી જમીનનું ધોવાણ થયું છે, તારની ફેન્સિંગ તૂટી ગઈ છે અને આંબાના વૃક્ષો પણ તણાઈ ગયા છે. એકલા રાકેશભાઈને જ દોઢ લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. સોનવાડી સહિત આસપાસના નદીકાંઠાના તમામ ગામોના ખેડૂતોની આવી જ કરુણ સ્થિતિ છે. અગાઉ આવેલા પૂરમાં જિલ્લાની 21 હજાર હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનમાં 18 હજારથી વધુ ખેડૂતોને નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ હતો. જોકે, એક અઠવાડિયામાં ફરીથી પૂર આવવાના કારણે ખેડૂતોનું નુકસાન બેવડાઈ ગયું છે. હાલમાં બાગાયતી પાક લેતા તમામ ખેડૂતો સરકાર દ્વારા યોગ્ય અને ઝડપી વળતર ચૂકવવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે. સોનવાડી ગામના ખેડૂત રાકેશકુમાર નાયક માહિતી આપતા જણાવે છે કે, પરિસ્થિતિ બહુ ખરાબ છે. છેલ્લા 30 થી 40 વર્ષમાં પહેલીવાર આવી રેલ જોઈ છે. પાણીના વેગને લીધે જમીનમાં, પાકોમાં, ઝાડોમાં ખૂબ નુકસાન થયું છે. બધાના ફેન્સિંગ, કેળ, સુરણ, રતાળુ કંદ આ બધા પાકોને ખૂબ નુકસાન થયું છે. મારી પોતાની વાત કરું તો મારો પાક રેડી હતો. લગભગ 800 જેટલા પીલાઓ જેના ઉપર કેળા આવી ગયા હતા. અને 70 ટકા પાક મારો રેડી હતો. જે દિવસે સવારે રેલ આવી એ દિવસે મારી પાસે 100 મણનો ઓર્ડર હતો, જે કાઢવાના હતા. પણ સવારે 6 વાગે રેલ આવી અને મારા હાથમાંથી પાક જતો રહ્યો. મને દોઢ થી બે લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    જેટકો કેશોદના કર્મચારી પરિવારે સોમનાથમાં સામૂહિક ધ્વજારોહણ કર્યું:સર્વજન સુખાકારી અને દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી
    Next Article
    ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારના ભાવિ EVMમાંથી ખુલશે:આવતીકાલે ભવન્સ સ્કૂલમાં માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી, 19 રાઉન્ડમાં ગણતરી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment